________________
તીથકની મૂર્તિઓ
પ૩ ક્રાંતિવાળા યક્ષ હાથીના વાહન ઉપર બેસનાર છે. તેની બે દક્ષિણભુજાઓમાં બીરૂ અને અક્ષસૂત્ર ધારણ કરે છે. તેની બે વામ ભુજાઓમાં નકુલ અને અંકુશ રાખનાર યક્ષેશ્વર નામે યક્ષ છે. નિત્ય પ્રભુપાસે રહેનારી શાસનદેવતા નામે કાલિકા. ધર્મ ધિકારીઓના જૈન ઇતિહાસ પ્રમાણે અભિનન્દનનાથનું જન્મ સ્થળ અયોધ્યા છે. અને વંશ ઈવાકુ છે, તેના પિતા નામે રાજા સંવર અને રાજાને સિદ્ધાર્થ નામે રાણી હતી. એક હજાર સાધુઓની સાથે તે મોક્ષ પામ્યા. સુપાર્શ્વનાથ સિવાયના પહેલા અગિયાર તીર્થકરેએ સાધુઓના સમૂહમાં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તેના પ્રતીકની ચર્ચા કરતાં કેટલીક મુશ્કેલી ઉભી થાય છે. તેમનું મુખ્ય પ્રતીક કપિ છે. તેને પ્રતીકને હરિ –વાંદરાના અર્થમાં જિનની માતાઓના સ્વપ્નોમાંનું એક લઈએ તે તેની યોગ્યતા બરાબર સમજાય છે. પણ સંસ્કૃતમાં હરિને અર્થ સિંહ પણ થાય છે. સિંહ મહાવીરનું પણ પ્રતીક છે. યક્ષ અને યક્ષિણીના લક્ષણથી આ જિન ઓળખી શકાય છે. યક્ષનું નામ ઈશ્વર અને યક્ષિણી કાલી નામે છે. આ બંને શિવ ધર્મના દે છે અને બ્રાહ્મણધર્મમાંથી લીધેલા જણાય છે. જિનના કપિને શિવ અથવા ઈશ્વરના કપિના અવતાર સાથે જોડવામાં આવે છે. તેના નામનું યથાર્થ પણે જૈન ગ્રંથમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે. તે પ્રમાણે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કુળ, રાજય અને નગરી સર્વ અભિનંદ (હર્ષ) પામ્યા હતા તેથી માતાપિતાએ તેમને અભિનન્દન નામ આપ્યું કારણ ઈન્દ્ર અને બીજાઓ તરફથી તેને અભિનન્દન મળતા રહેતાં હતાં. (૩મિનાતે રેવેન્દ્રાવિમિરિત્યમિનનઃ !)
(૫) સુમતિનાથઃ પાંચમાં તીર્થકર સુમતિનાથના માતા મંગળાદેવીએ કચપક્ષીના ચિહ્નવાળા સુવર્ણવર્ણ પુત્રરત્નને જન્મ આપ્યું. આ તીર્થકરની શાસનદેવી મહાકાલી છે.
જૈન સાહિત્યમાંથી તેનું પ્રતીક કૌંચ અથવા રક્તહંસ જાણી શકાય છે. તેના સંબંધી કેવળવૃક્ષ પ્રિયંગુ છે. તેના યક્ષ અને યક્ષિણીઓ તુમ્બુરૂ અને મહાકાલી છે. તેમને ચામરધારી મિત્રવીર્ય છે. તેમના શિરે મૂર્તિ શાસ્ત્રને લગભગ મળતા આવે છે. પરંતુ બીજાં જિનની મૂર્તિઓ કરતાં આ મૂર્તિ કાંઈ જુદી પડે છે, તેને શિપમાં બંને બાજુએ ફૂલના હાર અથવા મૃદંગ લઈને ઉડતી આકૃતિઓ હોય છે અને કવચિત તેના ફરતી બીજા જિનની નાની નાની પ્રતિમાઓ હોય છે જે મુખ્ય મૂર્તિની સાથે મળીને કુલ ૨૪ ની સંખ્યા થાય છે. તેનું સિંહાસન શબ્દ પ્રમાણે બે સિંહયુગ્મથી બનેલું જણાય છે. મુખ્ય પ્રતિમાની બંને બાજુએ હાથીયુગ્મ જળને અભિષેક કરતાં અથવા ઉપરના ભાગે ઊભેલા બતાવેલા છે. જિનના મુખ્ય લાંછન ઉપરાંત તેના ભદ્રપીઠ ઉપર ચક્રનું ચિહ્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org