________________
પર
જૈનમૂતિવિધાન યક્ષ અને યક્ષિણી અનુક્રમે ત્રિમુખ અને દુરિતારિ તરીકે જાણીતાં છે. જૈન ગ્રંથે પ્રમાણે સંભવનાથે કેવળજ્ઞાન શાલવૃક્ષ નીચે મેળવ્યું. તેના ચારધારી સત્યવીર્ય નામે છે. જિનના કુળ સંબંધી જૈન ઇતિહાસમાંથી આપણને માહિતી ઉપલબ્ધ થાય છે. તેના પિતા દઢરાજ નામે રાજ હતા તેની માતા સુષેણ નામે હતી. તેમનો જન્મ શ્રાવસ્તીમાં થયેલે કહેવાય છે. તેમના નામ વિશે જૈન ગ્રંથોમાં રસદાયક હકીક્ત છે. તેના પિતા–રાજા પિતાને રાજ્ય વિસ્તાર મરકીના રોગને કારણે ઉજજડ થઈ ગયે હતું તેના કારણે તે નિરાશ થઈ ગયા હતા. આ જ સમયે તેને ત્યાં પુત્રજન્મ થયાના આનંદદાયક સમાચાર મળ્યા. તેથી તેને થયું કે હવે સારો સમય આવે તેવો સંભવ છે તેથી બાળકનું નામ પણ સંભવ પાડવામાં આવ્યું. જિનનું પ્રતીક અશ્વ છે. ભારતમાં અશ્વને મંગળ ચિહ્ન તરીકે ગણવામાં આવે છે. યક્ષનું પ્રતીક
ળિયે છે. સંસ્કૃતમાં સર્વતોભદ્ર (ચારે બાજુએથી) શુકનિયાળ શબ્દ છે. યક્ષિણીનું નામ દુરિતારિ છે જેને અર્થ “દુશ્મનને વિજેતા” થાય છે. તેના પ્રતીક વરદમુદ્રા સર્પ અને અભય છે.
શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૩-સગ–૧)માં શ્રી સંભવનાથને માતાનું નામ સેનદેવી અને પિતાનું નામ જિતારિ આપેલું છે. રાજા ઈવાકુ કુળના અને શ્રાવસ્તી નામે નગરીમાં રાજ્ય કરતા હતા. પ્રભુ સંભવનાથ ગર્ભમાં હતા ત્યારે શંબા (શીંગ)નું ધાન્ય ઘણું થયું હતું તેથી રાજાએ તેમનું સંભવનાથ અથવા સંભવનાથ એવું નામ પાડયું. (પૃ. ૧૦) આ તમામ પ્રતીકે માંગલિક વિચાર અથવા શુભ આશય બતાવે છે.
સંભવનાથની ખૂબ ગેડી પ્રતિમાઓ મળી આવી છે પરંતુ જે થોડીક મળી આવી છે તેમાં મૂર્તિ શાસ્ત્રની કલા જણાય છે અને જૈનશાસ્ત્રીય ગ્રંથેની વ્યાખ્યા આપતા હોય તેવા સૂત્ર સમાન તે છે. સંભવનાથ તીર્થકરના પરિકર નીચે લાંછન તરીકે ઘોડે અને બન્ને બાજુ ખૂણા ઉપર યક્ષસ્થંક્ષિણમાં કોતરવામાં આવે છે. કેટલાંકમાં તો તોરણ, ચામરધારી દે, ઈ, નવગ્રહ વગેરે કંડારેલા જણાય છે.
(૪) અભિનન્દનનાથ : ચેથા તીર્થકર અભિનન્દનનાથનો વર્ણ સુવર્ણના જેવો હોય છે તેમને લાંછન વાનર (કપિ) હોય છે. જુદા જુદા જૈન ગ્રંથમાંથી એકત્ર કરવામાં આવેલા ચેથા તીર્થકરના મૂર્તિવિષયક ચિહ્નોમાં વૃક્ષ કરવામાં આવે છે. જે વૃક્ષ નીચે તેમને કેવળજ્ઞાન થયું તે રાયણનું વૃક્ષ છે. બીજા ગ્રંથે પ્રમાણે તે વૈશાલિવૃક્ષ છે. આ વૃક્ષ નીચે તે કાયોત્સર્ગ કરીને રહ્યા. અર્થાત તે ખગાસનમાં ઊભેલા છે. અભિનન્દનનાથના શિલ્પમાં આ બધા પ્રકારના ચિહ્યો છે પરંતુ આ જિનની આકૃતિઓ ખૂબ ઓછી મળે છે. આ પ્રભુના શાસનદેવતા તરીકે સ્થમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org