________________
તીર્થકરની મૂતિએ યક્ષિણી ચક્રેશ્વરી વિષ્ણુની પત્ની વૈષ્ણવી જેવી દેખાય છે. આમ શિલ્પમાં બ્રાહ્મણધર્મને બે મહાન દેવ શિવ અને વિષ્ણુ ઉપર આદિનાથની શ્રેષ્ઠતા અને મહાવિજય
બતાવેલા છે.
(૨) અજિતનાથઃ બીજા તીર્થકર અજિતનાથ ગણાય છે. જેન ગ્રંથે પ્રમાણે તેમનું પ્રતીક હાથી છે. તેમની માતાએ જે સ્વને જેમાં તેમાં હાથી મુખ્ય હોવાથી આ લાંછન રાખવામાં આવ્યું છે. બીજાં પ્રતીકોમાં સપ્તપર્ણનું કેવળવૃક્ષ પણ અજિતનાથ સાથે જોડાયેલું છે.
અજિતનાથ ભગવાનની પ્રતિમા ઊભી કે બેઠેલી ધ્યાનસ્થ હોય છે. જૈન પરિભાષા પ્રમાણે “ખડ્રગાસન મૂતિ” તરીકે તે ઓળખાય છે. શાસ્ત્રકારે પણ તેમ જણાવે છે. તેમના કેટલાંક પરિકરમાં યક્ષ યક્ષિણી વગેરેને અંક્તિ કર્યા હેવાનું માલૂમ પડે છે. જેમ લાંછન આવશ્યક હોય છે, તેમ યક્ષયક્ષિણી પરિકરમાં અવશ્ય કરવામાં આવે છે.
અજિતનાથ સાથે યક્ષ મહાયક્ષ નામે અને તેની સાથે યક્ષિણી અજિતાબાલા હોય છે. જૈનશાસ્ત્રના ગ્રંથમાં આ યક્ષ અને યક્ષિણને ઉલેખ છે. અજિતનાથ ખગ્રાસનમાં હોય છે. અર્થાત તે બે હાથ લટક્તા રાખીને ઊભેલા હોય છે. તેના ચામરધારી સગરચક્રી નામે છે. શિલ્પમાં શાસ્ત્રીય ગ્રંથાનાં વર્ણન પ્રમાણે અજિતનાથની મૂર્તિઓ કરવામાં આવે છે. સામાન્ય રીતે અજિતનાથ જિનની બેઠકની નીચે હાથીનું ચિહ્ન હોવું જોઈએ અને તેમની બેઠકની બંને બાજુએ યક્ષ અને યક્ષિણીની પ્રતિમાઓ કંડારેલી હોવી જોઈએ. પરંતુ દેવગઢના કિલ્લામાંથી મળેલી અજિતનાથની પ્રતિમા ખગ્ગાસનમાં છે પણ વિશેષમાં તેમાં બંને બાજુએ ચામરધારી અને તેની આગળના ભાગે બે ભક્તો છે.
જૈન ગ્રંથમાં અજિતનાથનું નામ અને તેમનું પ્રતીક જાણીતાં છે. જિનની માતાએ તેના કેટલાંક સ્થાનોમાં હાથીને જયે. હાથી ભારતમાં રાજવીના વૈભવ તરીકે જાણીતું છે. તેના જન્મ પછી તેના પિતાના તમામ શત્રુઓને જિતી લેવામાં આવ્યા હતા તેથી તેનું નામ “અજિત” પાડવામાં આવ્યું. તેમનું પ્રતીક હાથી છે અને યક્ષના હાથમાં યુધ્ધને સાધનો જેવાં કે ભાલે, અંકુશ, ગદા વગેરે આપેલા છે અને યક્ષિણીના હાથમાં પાશ, અંકુશ વગેરે સાધનો સાંસારિક વિજયને ભાવ બતાવે છે. જ્યારે યક્ષના હાથમાં રૂદ્રાક્ષની માળા છે. વરદમુદ્રા અને અભયમુદ્રા યક્ષિણીના હાથમાં આપેલાં છે જે આધ્યાત્મિક વિજય બતાવે છે.
(૩) સંભવનાથ ત્રીજા તીર્થકર સંભવનાથ છે, તેમનું સંભવનાથ નામ શાથી પડયું તે માટે શાસ્ત્રકારે કેટલીક કથાઓ આપે છે. તેમનું લાંછન અબ્ધ છે. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org