________________
નમૂર્તિવિધાન ન્યધ વૃક્ષ અર્થાત વટવૃક્ષ સંકળાયેલું છે. મૂર્તિને લગતાં જિનના બીજા લક્ષણોમાં ગોમુખ નામને યક્ષ અને યક્ષિણી ચક્રેશ્વરી અથવા અપ્રતિચકા છે. ગ્રંથના આધારે ઋષભદેવની એક બાજુએ ભરત અને બીજી બાજુએ બાહુબલી નામના ભક્તો છે. જૈનધર્મના તીર્થકર ઋષભદેવ પ્રથમ ભગવાન હોવાથી તેમને આદિનાથ પણ કહેવામાં આવે છે. વળી તેમને વૃષભનાથ તરીકે સંબોધવાનું જૈનધર્મ ગ્રંથમાં જણાવેલું છે.
ભારતમાં આજ સુધી પ્રાપ્ત થયેલી આદિનાથની મૂર્તિઓ કે જે સંગ્રહસ્થાનમાં સચવાયેલી છે કે મંદિરમાં પૂજાય છે તેમાં ઉપર પ્રમાણેના તમામ લક્ષણો હેય છે. પહેલા તીર્થકરની એટલે કે ઋષભદેવની પ્રતિમાના ભદ્રપીઠના આગળના ભાગમાં મધ્યમાં વૃષભનું ચિહ્ન અંકિત કરવામાં આવેલું જણાય છે. પ્રતિમાની ડાબી બાજુએ છેડે યક્ષિણી ચકેશ્વરી છે, તેણે ગરૂડ ઉપર સવારી કરેલી છે અને તેના હાથમાં ચક્ર છે. કેટલીક જિન પ્રતિમાઓ ઊભેલી પણ કરવામાં આવેલી છે. આ પ્રતિમાઓ નિર્વસ્ત્ર છે તેમાં સિંહાસન કે સિંહનું પ્રતિક પણ નથી.
જૈનધર્મના ઈતિહાસમાં ઋષભનાથ કે વૃષભનાથને જૈન ધર્મના સ્થાપક કહેલાં છે. તે અંગે વિગતપૂર્ણ ઈતિહાસ દિગમ્બરોના આદિપુરાણમાં સચવાયેલો છે. આ ઉપરાંત કલ્પસૂત્ર અને તાંબરના “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં પણ ઇતિહાસ છે. આ ગ્રંથના રચયિતા શ્રી હેમચંદ્ર છે બ્રાહ્મણપુરાણ માં એટલે કે હિન્દુધર્મમાં ઋષભદેવને વિષ્ણુના એક અવતાર માનવામાં આવ્યા છે તેવાં ઉલેખ ભાગવત પુરાણ, અગ્નિ અને વરાહ પુરાણમાં મળી આવે છે. ઋષભદેવનું પ્રતીક વૃષભ અને તેનું મોક્ષનું સ્થાન કૈલાસ હોવાને કારણે તેને શિવની સાથે સાંકળવામાં આવે છે. આ દેવની સાથે ઋષભદેવને ગમે તે રીતે સાંકળેલા હોય તો પણ એટલું તે સ્પષ્ટ છે કે તેઓ જૈન ધર્મના પ્રચારક હતા તેની મૂર્તિને બ્રાહ્મણધર્મની કોઈપણ મૂર્તિ સાથે સંબંધ નથી.
વૃષભના પ્રતીકથી જ તેમના નામ વૃષભનાથને ખ્યાલ આવે છે. બધા તીર્થકરોની માતાઓની જેમ ઋષભદેવની માતાએ પણ કેટલાંક સ્વપ્નાઓ જોયા હતા. તેમાં સૌ પ્રથમ તેણીએ વૃષભ જ હતા અને તેથી જ આ જિનનું નામ વૃષભનાથ કે ઋષભનાથ રાખવામાં આવેલું છે. આથી લાંછનમાં વૃષભને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે બીજું બધાં તીર્થ કરેની માતાએ સ્વપ્નમાં સૌ પ્રથમ હાથીને જોયા હતા. ઋષભેદવને યક્ષ ગોમુખને પણ વૃષભ જેવું મુખ કરવામાં આવે છે. આ રીતે વૃષભદેવ સ્પષ્ટરીતે વૃષભના મૂળમાંથી ઉદ્ભવેલા છે. જિનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org