________________
તીથ કરાની મૂર્તિઓ
૪
જીવન જીવ્યા હાય તેમ લાગે છે. બાહ્ય રીતે જીવન એકસરખુ વ્યતીત કરેલુ લાગે છે છતાં પણ જૈન પૌરાણિક કથા પ્રમાણે તેમાંના કેટલાંકમાં થોડાક ફરક જણાય છે. જિને!નાં નામે, તેમની માતાને આવેલાં સેાળ સ્વપ્ના, લાંછના, યક્ષેા વગેરેમાં વૈવિધ્ય જણાય છે. જૈન પુરાણામાં નિરુ પેલી તેમના જીવનની વિગતામાંથી પૌરાણિક માન્યતા અને સત્ય તારવવાનું મુશ્કેલ બને છે. હેમચંદ્રાચાર્યે જિનના નામે વ્યાકરણ અને પૌરાણિક દૃષ્ટિએ સમજાવવા ઘણા પ્રયત્ન કર્યો છે, કેટલાંક પ્રસંગા-તેમના જીવન સાથે સકળાયેલાને ધ્યાનમાં લઈને નામેાના અર્થ બતાવ્યાં છે, જેમકે ભગવાન નેમિનું નામ “ધર્મચક્રના ઘેરાવા” (નૈમિ) = નેમિ (circumference) પરિધમાંથી તારવેલુ છે. ભગવાન પાનું નામ પશુ તેવી જ રીતે હેમચંદ્ર સમજાવે છે. “તે જ્ઞાનથી બધા વિચારાને સ્પર્શે (રૃતિ) છે.'' અથવા તેની માતા ગર્ભાવસ્થામાં સુતેલી હતી ત્યારે તેણે કાળાસને પેઢ ચાલતા જોયા. આ જ પ્રમાણે પ્રથમ જિન ઋષભનું નામ પણ પૌરાણિક કથાને આધારે સમજાવે છે જેમકે તેની માતાએ તેના જન્મ પહેલાં ચૌદ સ્વપ્ના જોયાં, તેમાં સૌ પ્રથમ વૃષભને જોયા તેથી તેનુ નામ ઋષભ પાડવામાં આવ્યું.
જિનની માતાનાં સ્વપ્ના અને જિન જે રીતે સ્વર્ગમાંથી ઉતરીને જન્મ લે છે તેવી જ રીતે બુદ્ધની કથામાં તેની માતા માયાનું સ્વપ્ન અને પછી થયેલા તેના ગર્ભાધાનમાં પણ સામ્ય છે. જૈન પુરાણામાં બધી પૌરાણિક કથાઓ સંકળાયેલી છે અને તે જિનના જીવનમાં પણ વણાયેલી છે. જેમકે શ્વેતામ્બર પ્રમાણે ચૌદમા તીર્થંકર મલ્લિનાથને સ્ત્રી કહેલા છે અને તેથી શ્વેતામ્બર સંપ્રદાય પ્રમાણે તેના સ્ત્રી અવતારને સમર્થન આપતી કથાએ હેમચંદ્રન! મલ્લિનાથરિત’ના અ, ૬માં બતાવેલી છે કે મર્લિનાથ તેના પૂર્વજન્મમાં બીજા સાધુએની સાથે તપ કરતા હતા. તપ કરતી વખતે બીજા સાધુઓથી તેમણે કેટલાંક વધારાના તપ છુપાવ્યાં, તેને પરિણામે તેએ સ્ત્રી યોનિમાં જનમ્યા. દિગમ્બર સ ́પ્રદાય શ્વેતા-શ્મરાની આવી ચમત્કારિક વાર્તામાં વિશ્વાસ ધરાવતા નથી. શ્વેતાંબરની આ કથા સ્પષ્ટ રીતે બતાવે છે કે સ્ત્રી અને પુરુષને પેાતાના સંપ્રદાયમાં તપ અને મુક્તિમાં સરખા અધિકાર આપેલા છે. જિનનાં કેટલાંક લાંછને તેમના કુટુંબના ચિહ્ને જેવાં લાગે છે, જેમકે અયાયાનું ઇક્ષ્વાકુ કુટુંબ વૃષભને તેના વાહન તરીકે વાપરતું હતું. ઋષભનાથ તે જ રાજવી કુટુ ળમાંથી ઉતરી આવેલા હોઈને તેમનું ચિહ્ન કે લાંછન વૃષભ રાખેલુ' જણાય છે. તેવી જ રીતે મુનિસુવ્રત અને નેમિનાથનાં ચિહ્નો અનુક્રમે કૂર્મ અને શ`ખ છે. આ ચિહ્નો તેઓ હિર કુટુ ંબના હોવાને કારણે. છે. આ બંને વૈષ્ણવ પ્રતીકેા સાથેના હરિકુલના સંબધ જાણીતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org