________________
જૈન મૂર્તિવિધાન આ પ્રકારની મૂર્તિવિષયક લક્ષણે ગુપ્તસમયના ઉતરભાગમાં લખાયેલાં પ્રતિષ્ઠાના ગ્રંથમાં જિનમૂર્તિ માટે બતાવેલા છે. ધર્મચકનું પ્રતીક જૈન પ્રતિમાઓના પ્રારંભકાળથી વિકાસમાં હોય તેમ લાગે છે. કારણ કુશાણ સમયની જિન મૂર્તિએમાં સાદુ ધર્મચક્ર જણાય છે પરંતુ ગુપ્તસમયમાં વૃષભ કે હરણુની આકૃતિઓ ધર્મચકની બંને બાજુએ દાખલ થયેલી જણાય છે. વૃષભનું પ્રતીક ઋષભનાથની સાથે સંકળાયેલું હોય છે. ઋષભનાથનું પ્રતીક વૃષભ છે તેમણે સૌ પ્રથમ ધર્મચક્ર ફેલાવ્યું હતું. બીજા અર્થમાં કહીએ તે તેમણે જૈનધર્મ સ્થાપ્યા હતા. ધર્મચક્રની બંને બાજુએ મૃગલાં તે બૌદ્ધોની અસર હોય તેમ જણાય છે. “અભિધાનચિંતામણિ'માં હેમચંદ્રાચાર્ય ધર્મચક્ર, ચામર, સિંહાસન, છત્ર, પ્રભામંડળ, અશોકવૃક્ષ વગેરે જેનોના દેવી લક્ષણે એકવીસ ગણાવે છે. ગુપ્ત સમય અને ત્યાર પછીની જિન પ્રતિમાઓમાં આ જાણીતા ચિહ્નો-પ્રતીકે જણાય છે.
જૈનધર્મ કેટલાંક હિંદુ દેવોને ગૌણ સ્થાને (દેવાધિદેવ તરીકે નહીં પણ દેવેની નીચે) મૂકે છે. આ દે તીર્થકરને આરાધક હોય છે. ગુપ્ત સમયના કેટલાંક હિંદુ શિલ્પમાં આ હકીકત જોઈ શકાય છે જેમકે કંકાલી ટીલા (મથુરા) માંથી મળેલી ઋષભની પ્રતિમાની જમણું અને ડાબી બાજુએ બલરામ સપ છત્ર અને હળ સાથે અને વાસુદેવ તેના સામાન્ય ગણાતાં લક્ષણો-આયુધે શંખ, ગદા (વાંસળી) વનમાલા અને ચક્ર સાથે છે. આ જિન તેના યક્ષ ગોમેધ અને શાસનદેવતા અંબિકાથી નેમિનાથ તરીકે ઓળખાય છે. તે કૃષ્ણ અને બલરામના પિતરાઈ છે.
તે સંબંધને ખૂબ ચતુરાઈથી શિપીએ દર્શાવ્યો છે. ગુપ્ત સમયમાં જિન મૂર્તિઓને ભદ્રપીઠમાં કેટલાક ફેરફાર થયે. કુષાણ સમયના ભદ્રપીઠમાં ભક્તોસ્ત્રી અને પુરુષો મોટી સંખ્યામાં ધર્મચક્રને વીંટળાયેલા જણાય છે જ્યારે ગુપ્ત સમયના ભદ્રપીઠમાં મૃગલાંની જેડ અને તારા–ગ્રહની આકૃતિઓ નીચેની હરોળમાં કંડારેલી મળે છે.
જિનના વંશ અને કુટુંબની વાત સાથે ઈતિહાસ અને પૌરાણિક કથાને મેળ બેસતો નથી. જૈન ગ્રંથે પ્રમાણે ૨૨ તીર્થકરે ઈક્ષવાકુવંશના છે અને માત્ર બે-મુનિસુવ્રત અને નેમિ હરિવંશ કુટુંબને છે. તેઓને જન્મની કથામાં ત્યાગ અને મુક્તિ એક જ પ્રકારની બતાવેલી છે તેથી બધા જ તીર્થકરેનું જીવન એક જ બીબામાંથી પસાર થયેલું હોય તેમ જણાય છે. તેમના જીવનમાં કઈ પણ પ્રકારની નવીનતા કે વૈવિધ્ય જણાતું નથી. ચોવીસ તીર્થંકરે એક જ પ્રકારનું
૨. પ્રતિષ્ઠાસાર લે વાસુનદિ ઈ. સ. ૫૩૬માં થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org