________________
તીકરની મૂર્તિઓ ક્રૌંચ પક્ષી, હાથી, બાજ પક્ષી, શંખ, સિંહ, કમળ, ગેડ, પાડે, માછલી વગેરે નજરે ચડે છે. જૈનધર્મને પ્રાચીન ગ્રંથ કલ્પસૂત્ર (ઈ. સ. પૂ. ૩૦૦)માં ૨૪ જિનની મૂર્તિઓના ૨૪ લાંછનેની યાદી આપેલી છે, છતાં પણ પ્રાચીન પ્રતિમાઓમાં આ ચિહ્નો મળતાં નથી. વળી મથુરામાંથી મળેલી કુશાણ સમયની તીર્થકરની પ્રતિમામાં યક્ષ કે યક્ષિણે જણુતા નથી પરંતુ માત્ર એક જ જિન–પ્રતિમામાં તેના પાછળના ભાગે યક્ષિણી અંબિકાની આકૃતિ જણાય છે અને તે મથુરામાંથી મળી આવેલી છે. ગુપ્ત સમયની જૈન પ્રતિમાઓમાં શિલ્પીઓએ યક્ષ અને યક્ષિણીઓની આકૃતિઓ અચૂક બતાવેલી છે તેથી સ્પષ્ટ થાય છે કે કુષાણ સમયની જૈન કલામાં લાંછન તેમજ યક્ષની આકૃતિઓ તીર્થકર સાથે કરવામાં ન આવતા અથવા આ. લાંછન કે યક્ષની આકૃતિઓની પદ્ધતિ કુશાણુ સમયમાં જાણીતી નહીં હોય!
જિન પ્રતિમાનું બીજુ મહત્ત્વનું લક્ષણ મૂર્તિની સાથેનું ગણધરનું અસ્તિત્વ છે અને ગણધરે મુખ્ય આકૃતિની જમણી અને ડાબી બાજુએ હોય છે. જેના મૂર્તિ શાસ્ત્રના ગ્રંથમાં ગણધરને તીર્થકરાના અનુચરો તરીકે ઓળખાવ્યા છે. આ ગણધરોમાંના કેટલાંકના હાથમાં ચામર, કેટલાંકના હાથમાં સુશોભન માટેના હાર કે અંજલિ મુદ્રામાં હોય છે. મથુરાના પ્રારંભકાળની જિન મૂર્તિઓમાં યક્ષની આકૃતિઓ જણાતી નથી, પરંતુ ગણધરની આકૃતિઓ કેટલીક મૂર્તિઓમાં ધ્યાન ખેંચતી જણાય છે.
મથુરા શિલ્પનું બીજું લક્ષણ એ છે કે ઘણુંખરી જિન આકૃતિઓ નિર્વસ્ત્ર બતાવેલી છે. આ લક્ષણથી આ મૂર્તિઓ દિગમ્બર કે વેતાંબર છે તે સ્પષ્ટ થઈ શકે તેમ નથી, મથુરાની નિર્વસ્ત્ર જિન પ્રતિમાઓ દિગમ્બરની ગણી શકાય નહિ કારણ કે પ્રતિમાઓમાં સ્ત્રી અને પુરુષ ગણુધરે. સવસ્ત્ર છે અને અલંકારોથી શોભતાં બતાવેલા છે. દિગમ્બર સંપ્રદાય પ્રમાણે કઈ પણ સાધ્વીને આ સંપ્રદાયમાં દાખલ કરી શકાય નહીં. ટૂંકમાં નિર્વસ્ત્ર કે વાવાળા સંપ્રદાયના ભેદ કુશાણ કાળમાં ઉદ્દભવેલા હોય તેમ જણાતું નથી.
ગુપ્તસમયમાં જૈન મૂર્તિલક્ષણમાં ઘણે વિકાસ થયેલ જણાય છે. આ સમયની મૂર્તિઓમાં લાંછન તથા યક્ષ અને શાસન દેવતાની નાની આકૃતિઓ કંડારેલી જણાય છે. આ ઉપરાંત છત્ર, એની ઉપર મૃદંગવાદક, છત્રની બંને બાજુએ ગજયુગ્મ અને ધર્મચક્રના પ્રતીકની બંને બાજુએ વૃષભ અથવા હરણું જિન શિ૯૫માં જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org