________________
સર
જૈનમૂર્તિવિધાન
હાય છે જે ગૌણુ નાયક ગણાય. આ જૈન દેવતાઓથી ખીજા ગૌણુ દેવતાઓ જેવાં કે યક્ષ, શાસનદેવતા, લક્ષ્મી, ગણેશ વગેરેને પણ મંદિરમાં તેમને યાગ્ય સ્થાન આપવામાં આવે છે. આ રીતે જૈનધર્મીમાં તીથ ંકરનું શ્રેષ્ઠસ્થાન મનાય છે અને તીથ કર રાગમુક્ત હાય છે જ્યારે ખીજા. દેવદેવીઓ રાગયુક્ત હેાઈને તેમના પ્રમેાદ માટે સ્વ" છે તેમ મનાય છે. જૈન આદર્શોમાં સન્યાસીપણું મહત્ત્વનું છે અને તે જ આદર્શ તેની મૂર્તિઓમાં દેખાય છે. જિનની મૂર્તિઓમાં સાધુના સ્વાંગ સ્વસ્થ્ય કે નિર્વસ્ત્ર જણાય છે અને તે યેાગાસનમાં, પદ્માસનમાં કે કયેત્સમાં હેાય છે. એક મત એવા છે કે તીર્થંકરની મૂર્તિ અને દક્ષિણામૂર્તિ શિવમાં ઘણું સામ્ય છે તેથી એમ માનવાને કારણુ છે કે શિવના સંન્યાસીપણાને આદર્શ જૈનધર્મીમાં અપનાવાયા. હાય ! તેવી જ રીતે સંભવ છે કે બંને પર પરાનું મૂળ કાઈ વૈરાગ્યપ્રધાન ધ્યાનલક્ષી સંપ્રદાયમાં હાય !
જિનમૂર્તિ અને બુદ્ધમતિમાં કેટલુંક સામ્ય છે. તેને કારણે સામાન્ય માણસ કઈ મૂર્તિ કેાની છે તે સમજવામાં ભૂલ કરે છે, તો આ બંને મૂર્તિમાં શે ફરક છે? જૈન તીર્થંકરની મૂર્તિએ જૂની કે નવી હાય તા પણ તેમાં શ્રીવત્સનુ ચિહ્ન મૂર્તિની છાતી પર હેાય છે અને મૂર્તિના મસ્તક ઉપર છત્ર હાય છે, પરંતુ મથુરાની પ્રાચીન મૂર્તિએ સિવાયની મૂર્તિઓમાં લાંછન હેાય છે અને તેને કારણે મૂર્તિએ એકદમ આળખી શકાય છે. કુશાણુ સમયની મથુરાની જૈનમૂર્તિ આમાં લાંછન હેતુ નથી, તેથી એમ માનવાને કારણ મળે છે કે પ્રાચીન સમયમાં જૈનમૂર્તિ આને સ્પષ્ટ ચિહ્નથી જુદા પાડવાની જરૂરિયાત જણાઈ ન હેાય, પરંતુ જૈન તીથંકરાની એક સરખા દેખાવની વિવિધ મૂર્તિઓને ઓળખવા માટે મુશ્કેલી ઊભી થતા લાંછનની જરૂરિયાત જણાઈ અને તેથી ગુપ્ત સમય અને તે પછીની તમામ મૂર્તિમાં લાંછન મૂકવામાં આવે છે, જેથી તેને આળખવામાં ભૂલ ન થાય. જો કે કુશાણુ સમયની જૈન મૂર્તિમાં લાંછન હેાતુ નથી તા પણ પાની મૂર્તિમાં કુશાણુ કલાકારોએ સર્પનું છત્ર મૂર્તિ'ના મસ્તક ઉપર બતાવેલું છે, જેથી કાઈપણ મુશ્કેલી વગર પાર્શ્વનાથની મૂર્તિને ઓળખી શકાય છે.
પ્રાચીન મૂર્તિ એમાં લાંછન ન હોય ત્યાં જિન મૂર્તિએ ઓળખવામાં ઘણી મુશ્કેલી ઉભી થાય છે, છતાં પણ ઋષભદેવ અને પાર્શ્વનાથની મૂર્તિએ ઓળખી શકાય છે. પણ જે મૂર્તિઓમાં લેખ કોંડારેલા હેાય તેની મદદથી તી કરના નામ જાણી શકાયાં છે. આ લેખ ખૂબજ ટૂંકા હેાય છે. મથુરાના ક`કાલા ટીલામાંથી મળેલા પથ્થરના કઠેડામાં જુદાં જુદાં પ્રતિ જેવાં કે વૃષભ, મેષ (બકરે), મૃગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org