________________
પ્રકરણ ૨ તીર્થકરોની મૂર્તિઓ
જેને તીર્થકર ૨૪ છે તેમ કહે છે. આ બધા તીર્થકરોનું અતિહાસિક પ્રમાણ સિદ્ધ કરવું મુશ્કેલ છે. હિંદુઓ અને બૌદ્ધા પણ ૨૪ અવતાર થયા એમ કહે છે. ૨૪ તીર્થકરોએ ઉપદેશ આપે તેમ જેનેની ધાર્મિક માન્યતા છે છતાં પણ ૨૪ તીર્થકરે થઈ ગયા તેમ માનવું હોય તે એટલું જ મનાય કે કેટલાક સમકાલીન હશે અને બીજા એક પછી એક થઈ ગયા હશે. પહેલાં તીર્થકર ઋષભનાથ માટે જુદી જુદી માન્યતાઓ છે તેની પ્રતિમાઓ કુશાણુ સમયની ખૂબ મળે છે તેથી તેનું ઐતિહાસિક અસ્તિત્વ કબુલ રાખવું પડે એમ છે અથવા તીર્થકર ઋષભનાથની માન્યતા એટલી પ્રાચીન તો ગણાય જ. તીર્થકરે જૈન તવોને સાચા અર્થમાં રજૂ કરે છે. તેમનું અસ્તિત્વ બહારની કોઈ અસરને કારણે નથી. જૈનમંદિરમાં ચોવીસે તીર્થકર હોય છે અને રોજની પૂજા માટે તેમને સરખે આદર આપવામાં આવે છે.
જૈનમંદિરોમાં તીર્થકરોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. દેવ અને દેવીઓનું ગૌણ સ્થાન હોય છે. હેમચંદ્રાચાર્યના “અભિધાનચિંતામણિમાં દેવતાઓના બે પ્રકાર બતાવ્યા છે (૧) દેવાધિદેવ-તેમાં ઉચ્ચ કોટિના દેવોને સમાવેશ થાય છે અને (૨) બીજો પ્રકાર તે દેવ. તેમાં સામાન્ય દેવ હોય છે. દેવાધિદેવામાં તેણે તીર્થકરોને તેમજ બીજા દે-જે જેનોના જ છે–ને ગણાવેલા છે. બીજા ગણદેવો હિંદુ દેવતાઓમાં પણ જણાય છે. મૂર્તિઓમાં અથવા પ્રાચીન જૈન શિપમાં તીર્થકરોની મૂર્તિઓને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને એક જ પાષાણમાંથી સમગ્ર તીર્થકરની મૂર્તિ ઉપસાવીને કરી નાંખેલી હોય છે.
જૈનધર્મ આજે જીવંત છે તેને કારણે જૈન મંદિરમાં પ્રાચીન મૂર્તિપૂજા પદ્ધતિ જળવાઈ રહેલી છે તેને કારણે મૂર્તિ શાસ્ત્રની ઘણુ સામગ્રી મળી આવે છે. જૈનમંદિરમાં મૂર્તિઓને ક્રમ હોય છે, એક મૂળ નાયક હોય તે પ્રાય; ઋષભાનાથ, સુપાર્શ્વનાથ, પાર્શ્વનાથ કે મહાવીર હોય છે અને તેમની ફરતી બીજી જૈનમૂર્તિઓ
૧ કદાચ હિંદુ અવતારે ૨૪ તેમાંથી જેને અને બૌદ્ધોએ ૨૪ ની સંખ્યા લીધી હેચ એમ લાગે છે. જે આતી વજૂદવાળું હોય તો હિંદુને ૨૪ અવતારને આંકડે વધુ જૂને છે અને આ રીતે ત્રણે ધર્મોએ સામ્ય માટે ૨૪ ની સંખ્યા અવતાર માટે રાખેલા જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org