________________
૨૮
જૈનમૂર્તિવિધાન ભારતના લગભગ બધા ધર્મોમાં હાથ અને પગની અમુક પ્રકારની સ્થિતિ આધ્યાત્મિક ધ્યાનમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. આ પ્રકારની સ્થિતિ માનસિક એકાગ્રતામાં મદદરૂપ થાય છે તેમ માનવામાં આવે છે. હઠયોગ અથવા શરીરના. પ્રાથમિક સંસ્કાર ઇચછાશિક્ત સાથે જોડાય છે અને તેને માટે આસને અને મુદાઓ. જરૂરી ગણાય છે. ભારતમાં શરીર ઉપરના અંકુશ માટે ગીઓ કેટલાંક આસને કરતાં હોય છે ત્યારબાદ તેઓ રાજગ અથવા માનસિક ઉચ્ચકક્ષાના સંસ્કાર તરફ ઢળે છે. જૈન તીર્થકર મુખ્યત્વે યોગી હતા અને ધર્મના શિક્ષક હતા. તેથી, જૈનની મૂર્તિઓમાં યોગના આસને અને મુદ્રાઓ તીર્થ કરે, તેમના અનુયાયીઓ અને અનુચરોમાં જણાય છે. તેથી જ જૈન મૂર્તિ શાસ્ત્ર કાંઈક મૌલિક લક્ષણ ધરાવે છે. કેટલાક આસને ખાસ કરીને કાર્યોત્સર્ગ જેનેની જ ઉત્પત્તિ છે.
પાંચ પ્રકારના આસને જુદા પાડી શકાય એમ છે. તેમના નામ આ પ્રમાણે છે : પર્યક, અર્ધ પર્યક, વજ, ખગાસન અને વીર. આ આસને. મોક્ષાસન તરીકે ઓળખાય છે. જિને આવી સ્થિતિ મોક્ષ પ્રાપ્ત કરવાની વખતે અથવા મોક્ષ માર્ગને પંથે જતાં ધારણ કરેલી છે. બીજુ આસન બંધુરાસનને નામે જાણીતું છે. તે સરળ અંગસ્થિતિ છે. આ આસન ધારણ કરવાથી મન નિશ્ચળ બને છે.
આસને એટલે જેન અથવા કોઈપણ ભક્ત બેઠક ઉપર પલાંઠી વાળીને બેસે છે જેમાં જમણે પગ ડાબી સાથળ ઉપર અને ડાબો પણ જમણી સાથળ ઉપર મૂકવામાં આવે છે અને તેની આંખો નાકના ટેરવા ઉપર સ્થિર કરવામાં આવે છે, તેમાં હાથની સ્થિતિ બદલાતી હોય છે.
ધાર્મિક ગ્રંથમાં સૂચના આપેલી છે કે મહાવીર, ઋષભનાથ, નેમિનાથ વગેરે તીર્થકરોની મૂર્તિઓ આ આસન અથવા આ પ્રકારની સ્થિતિમાં કરવી. જો કે તીર્થ કરના મળતાં બધાં શિપે આ સૂચનને સ્વીકારતા નથી.
અપર્યકાસનઃ પર્યકાસનમાં જંઘા ઉપર બેસવાનું અને અર્ધ પર્યકાસનમાં અડધું જંધા ઉપર બેસવાનું. અર્ધ પર્યકાસનમાં એક પગ કાટખુણે ઊભો રાખવાને અને બીજો વાળેલો હોય છે. આજ આસને “પર્યકાસન માન” પણ કહેવાય છે. તેમાં વેગી પોતાના શરીરનું વજન ત્રીજા ભાગ જેટલું ઓછું કરે છે. જિનની મૂર્તિઓમાં આ આસન સામાન્ય નથી. આ પ્રકારના આસન યક્ષ અને યક્ષિણીઓની અંગસ્થિતિમાં વપરાય છે. યક્ષિણી ચક્રેશ્વરી અને નિવણી યક્ષિણીના આ પ્રકારના અંગસ્થિતિવાળા શિપ મળ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org