________________
જનધર્મને પરિચય
ઉપર કહયા પ્રમાણે સમવસરણની રચના કરવાનું શાસ્ત્રકારોએ બુદ્ધિમાન શિલ્પીને કહ્યું છે. નમૂતિવિજ્ઞાનનું પ્રાચીન સાહિત્ય :
મૂર્તિ શબ્દને સાદો અર્થ પ્રતિકૃતિ થાય છે તે જ ભાવનાને અનુલક્ષી પ્રભુનું સાકાર સ્વરૂપ સમજવા માટે આપણું શિલ્પીઓએ તે કળા હસ્તગત કરીને મૂર્તિવિધાન જણાવ્યું છે. મૂર્તિ કળા એ એક વિશિષ્ટ કળા છે. તેમાં ખંત, પૂરતી ચોકસાઈ અને અભ્યાસ જરૂરી હોય છે. તેનાં દરેક અંગ ઉપાંગો ગણિતના નિયમ મુજબ કરવામાં આવે છે. આવા મૂતિ શિપને લગતાં અનેક ગ્રંથે પ્રાચીનકાળમાં લખાયા છે તેની કાંઈક ઝાંખી કરાવવા અહીં પ્રયત્ન કર્યો છે.
જૈનધર્મમાં મૂર્તિ શાસ્ત્ર અને પ્રતિષ્ઠા વિધાન માટે મુખ્ય બે ગ્રંથ ગણાય છે–૧. આચાર દિનકર અને ૨. નિર્વાણલિકા. આ ઉપરાંત “તિલેયપન્નતિ” નામને પ્રાકૃતગ્રંથ વિદ્વાન યાતિવૃષભે દક્ષિણમાં રચ્યો છે, તેમાંથી જૈનમૂર્તિશાસ્ત્રની કેટલીક હકીકતો મળી આવે છે. બહત્સંહિતાકાર જિનપ્રતિમાના કલાવિધાન અંગે નોંધ આપે છે અને તેવું જ વર્ણન પ્રતિષ્ઠાસારોદ્વાર પણ આપે છે. જિનમૂર્તિ સૌમ્ય, શાંત અને ગયાનવાળી બનાવવાનું શાસ્ત્રકારોએ સૂચવ્યું છે. પ્રવચનસારોદ્ધાર, ૨૫મંડન, રૂપાવતાર તથા અભિધાન ચિન્તામણિ નામમાલામાં વીસ તીર્થકરોના લાંછને વગેરે રજૂ કરેલાં છે. શિલ૫રત્નાકર જિનપરિકરની રચના વિશે માહિતી આપે છે. ક્ષીરાણુંવમ્ અને દીપાવમ નામના ગ્રંથ મંદિર તથા મૂર્તિઓ બનાવવા વિશે વિગતે નેધ આપે છે. અગત્યને ગ્રંથ "ત્રિષષ્ટીશલાકાપુરુષમાં દરેક તીર્થકર વિશે સંપૂર્ણ વિગત આપેલી છે. આ ગ્રંથ ઉપરાંત આગામોમાં પણ મૂર્તિવિધાનના ખાસ વિષયો આપવામાં આવેલા છે આગની કુલ સંખ્યા અઠ્ઠાવીસની ગણાય છે તેને પ્રચાર ગુજરાત કરતાં દક્ષિણમાં વધુ જોવામાં આવે છે. આ સિવાય પણ બીજા અનેક ગ્રંથે આ વિષયના છે. કેટલાંક તે હજુ સુધી જાહેરમાં આવ્યા નથી. આસને અને મુદ્દાઓ
- જૈનધર્મમાં મુખ્યતઃ તીર્થકરોની પ્રતિમાઓ ધ્યાનસ્થ તેમજ વેગાસનવાળી ખાસ હોય છે. તેમાં મોટા ભાગની પ્રતિમાઓ પદ્માસન કે અપદ્માસનવાળી બેઠેલી ધ્યાનમુદ્રાવાળી, મુખ ઉપર શાંત અને ત્યાગ-ધર્મને ભાવ, શરીર નગ્ન કે શ્વેત વસ્ત્રથી આચ્છાદિત અને માથાના વાળ છૂટા કે લેમ કરેલા કવચિત્ બતાવવામાં આવે છે. આ રીતે તીર્થકરોની પ્રતિમાઓના બે પ્રકારે મળે છે, તે પૈકી એક પદ્માસનસ્થ અને બીજી ઊભી કાર્યોત્સર્ગ–તપને ભાવ વ્યક્ત કરતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org