________________
જનભૂતિવિધાન દર્શાવેલા હોય છે. ઊભી૧૨ જિનપ્રતિમાના મસ્તક પર પણ ત્રણ છત્ર અને ત્રણ રથિકા ૧. અશોકપત્રો અને દેવદૂદુભિ વાજીંત્ર બજાવતા દેવગાંધ–હંસપંક્તિ ત્રિરથિકા-વડે અલંકૃત કરવું. સિંહાસનની પાટલી હાથી અને સિંહેથી વિભૂષિત કરવી. મધ્યગર્ભે ધર્મચક્ર અને બંને છેડા પર યક્ષયક્ષિણીના સ્વરૂપે કરવાં.
ટૂંકમાં, પરિકર એ જૈન મૂર્તિવિધાનનું અવિભાજ્ય અંગ હોવાથી તેની આવશ્યક વિગત આ પ્રકરણમાં રજૂ કરી છે. આયગપોમાં જિને
તીર્થકરોની સ્વતંત્ર પ્રતિમાઓ સિવાય આયાગપટ્ટોમાંથી પણ તેવી મૂર્તિઓ મળી આવી છે. આવા પ્રાચીન આયાગપટ્ટો મથુરાના કંકાલિ ટીલામાંથી શિની સાથે કેટલાંક મળી આવ્યાં છે. તેમાંના કેટલાંક કુશાનકાળના પૂર્વેના હોવાનું તેના શિલાલેખ કહે છે. તેમાંના ત્રણમાં પદ્માસનવાળીને બેઠેલી તીર્થકરની આકતિ છે અને તે મુખ્ય આકૃતિ ફરતાં જૈન અષ્ટમંગલ ચિહ્નો જેવાંકે સ્વસ્તિક, મીનયુગલ વગેરે છે. તેમાંના એક આયગપટ્ટમાં શિરષ્ટન અને છત્ર સ્પષ્ટ જણાય છે.
આ આયેગપદોમાં કઈપણ જાતનાં ચિહ્નો કે લાંછને જણાતાં નથી કે જેથી તેમાં કયા જિનની મૂર્તિ છે તે સ્પષ્ટપણે કહી શકાય. પરંતુ માત્ર એક આયગપટ્ટમાં જિનની આકૃતિના મસ્તક ઉપર સર્પનું છત્ર છે તેથી તેને સ્પષ્ટરીતે પાર્શ્વનાથ તરીકે ઓળખાવી શકાય છે. વળી આયગપટ્ટમાં કંડારેલી પ્રતિમાઓને આધારે તેને જૈન મતિશાસ્ત્રને પ્રારંભ કહી શકાય. આ ઉપરથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે જિનની મૂર્તિઓના પ્રારંભકાળમાં લાંછને કે બીજા કોઈ સ્પષ્ટ ચિહ્નો ન હતાં પરંતુ માત્ર પાર્શ્વની આકૃતિને સર્પની ફણાનું ચિહ્ન હતું વળી અષ્ટમંગ પૈકીના કેટલાંક પણ પ્રાચીન જણાયા છે. આ ગપટ્ટો કુશાનયુગ પહેલાંના મળ્યા છે તેમાં બીજા કોઈ પ્રકારના ચિહ્યો નથી. તે સ્પષ્ટપણે ભારતીય છે. ભારતીય ઢબે બેઠેલા યોગી-ટટ્ટાર, ધ્યાનમાં અને પદ્માસનવાળામાંથી જિન આકૃતિ તૈયાર થઈ હોય એમ લાગે છે. જિન આકૃતિઓને સામાન્ય દેખાવ, તેનું મુખ, શરીર વગેરે એકસરખાં જ છે માત્ર તેનાં લાંછનના ભેદને કારણે તે ક્યા તીર્થકર છે તે ઓળખાય છે. દરેક તીર્થકરનું લાંછન જુદું જુદું છે. છતાં પણ ઋષભદેવ તેમનાં ખભે વાળનાં ઝુલ્ફાને કારણે અને પાર્શ્વનાથ સપની ફેણને કારણે વગર ( ૧૨. ઊભા જિનપરિકરમાં બીજા તીર્થંકરની મૂર્તિઓ પણ કોઈ સ્થળે જોવામાં આવે છે. પગ આગળ ઈન્દ્રાદિ રૂપ નાના કરવામાં આવે છે. ઊભી પ્રતિમાના પરિકરમાં યક્ષ-યક્ષિણના સ્વરૂપે બહુ ઓછા જોવામાં આવે છે. (પૃ ૩૮૦)
જ્ઞાનપ્રકાશદીપાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org