________________
જૈનતિવિધા કરવી. પ્રભુની ડાબી તરફના ચામરધારી ઇન્દ્રને પ્રહૂલાદ નામે ઇન્દ્ર કહ્યો છે અને જમણ તરફના ઈન્દ્રને ઉપેન્દ્ર એવું નામ આપેલું છે.
પરિકરમાં છત્રવૃત્ત અગત્યનું છે જે દલીતોરણને નામે ઓળખાય છે. તે અનેક આકારવાળું કરવામાં આવે છે તેના પર ત્રણ રથિકા હોય છે ૧. ગાંધર્વ રૂપ પંક્તિ, ૨. હંસ પંક્તિ, ૩, અશપત્ર પંક્તિ. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ છત્ર હોય છે. અશોક પત્રાદિને કમળદંડથી શોભતું કરવામાં આવે છે. પ્રભુને પાછલે ભાગ મસ્તક ઉપર ફણથી શોભતો હોય છે. સુપાર્શ્વનાથજીને ત્રણ કે પાંચ ફેણ અને પાર્શ્વનાથજીને સાત કે નવ ફણાવાળા સર્પની આકૃતિ કરવામાં આવે છે તેનાથી ઓછી ફણ કરવાની નહિ.૧૦ પાર્શ્વનાથજીને અધિક ફેણ કરવામાં આવે છે તેમાં દેષ નથી.
પાર્શ્વ—સુપાર્શ્વનાથજીને સર્પ તથા સર્વ પ્રભુજીની પાછળ ભામંડળની આકૃતિ કરવામાં આવે છે તેની ડાબી જમણી તરફ ચામરેન્દ્રના ઉપરના ભાગે ઉપયુક્ત તિલક કરવામાં આવે છે અને તેના ઉપર છાજલી હેાય છે. તેના ઉપર ઉદ્દગમ ઘંટાકળશથી શોભતું કરવું. તેની નીચે વણધરની રૂપની બે બાજુ નાસિકાઓમાં બબ્બે સ્તંભિકાઓ કરવામાં આવે છે. તે પર ડાબી જમણી તરફ મયૂર જોઈએ. બહારના ભાગમાં મુખ ફાડતા મકરે હેય છે. ગાંધર્વ અને રત્નમુકુટધારીના રૂપે હોવા જોઈએ. વીણું વાંસળી બજાવનારના સ્વરૂપે દેવ-તિલકના મધ્યમાં, ગવાશમાં કરવાના.
વંશીધરના તિલકથી ડાબી જમણી તરફ (પ્રભુના મુખ પાસે) વસંતરાજ એવા માલાધરનાં સ્વરૂપે તેને અનુચર રૂપે પારિજાતાદિ વેલપત્ર સાથે કરવા. પ્રભુ ઉપરનું છત્ર બ્રહ્માંડના ભૂલેકનું પ્રથમ છત્ર, તેની ઉપર ભુવલેંકેશનું બીજુ છત્ર, ત્રીજ છત્ર લિંગાકાર છત્ર અને શું છત્ર ગૃહદેવરૂપ જાણવું. છત્રની નીચલી–ચાર ભાગની-ઝાલર મણિમતીમય કરવાની હોય છે અને તે ઉપર દેદીપ્યમાન એવો કળશ હા જોઈએ. માલાધર ઉપર શ્રેષ્ઠ એવા અરાવત હાથીના સ્વરૂપ ડાબી જમણી બેઉ બાજ હોવા જોઈએ તેને સૂઢમાં કમળ પત્રોથી આચ્છાદિત કરેલા કરવા. હાથી નીચેની પાટલી નીચે પત્રાદિત કરવા. હાથીની પીઠ પર હિરયેન્દ્રો હાથમાં પુષ્પાંજલી અને કળશ ધારણ કરેલા બનાવવા. છત્રવૃત્તમાં-છત્રવટા પર–પહેલી ગળ પંકિતમાં વાજીંત્ર સાથે નૃત્ય કરતાં ગાંધર્વાદિ સ્વરૂપે કરવા. છત્રવટા ઉપર
૧૦. ત્રિરંગ: સુપાર્થ સપ્તનવરતથા ! हीनफणो न कर्तव्योऽधिको नैव च दूषयेत् ॥ २७
જ્ઞાનglણવીવાળ (૩ત્તરાર્ધ) . ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org