________________
૩.
જૈનમૂર્તિવિધાન
માથા ઉપર મૃણાલછત્ર (કમળદંડ સાથેનું છત્ર) તા દેવદુંદુભિ વગાડનારા, ધ ચક્ર, નવગ્રહેા, ત્રણુત્રો, અશાકવૃક્ષનાં પત્રો, કવચિત્ દિક્પાલા અને અગ્રભાગે કૈવલ જ્ઞાનમૂર્તિ વગેરે યથાક્ત બનાવવાં.
તીથ કરાની પ્રતિમાઓ કરતાં, પરિકરાના કલાવિધાન માટે શિલ્પીને ઊડા અભ્યાસ અને અનુભવ કેળવવા પડે છે કારણ તેના કલાશિલ્પમાં કેટલીયે વિવિધતાઓ બુદ્ધિબળથી ઉપજવવાની હાય છે.
પરિકરનું સ્વરૂપ :
હવે પરિકરની રચના વિસ્તારથી કેમ કરવી તે અ ંગે જોઈએ. જિનપ્રતિમાના લક્ષણમાં મુખ્યત્વે પદ્માસનમાં બેઠેલી અને કાયાત્સગ માં ઊભેલી એમ બે પ્રકારના સ્વરૂપ કહ્યા છે. અંત્ પ્રતિમાના વિશેષ લક્ષણમાં અષ્ટપ્રતિહાય સાથે હાવાનું માનેલ છે. બાકીની જિનપ્રતિમા સિદ્ધાવસ્થાની માનવાનું કહ્યું છે.
પદ્માસનમાં જિન પ્રતિમાનું સ્વરૂપ એક જ પ્રકારના પ્રમાણવાળું હાય છે. તેના ચિહ્ન લાંછન ઉપરથી તે ચાવીસમાંથી કયા પ્રભુજી છે તે જાણી શકાય છે. ઘણી પ્રાચીન પ્રતિમાને લાંછન હેાતાં નથી તેવી જ રીતે પરિકર પણ બહુ જૂના મળતાં નથી પરંતુ કાઈ પરિકર ઉપર શાકવૃક્ષની આકૃતિ કે તેની નીચે ધર્મચક્રવાળી પ્રાચીન પ્રતિમાએ મળે છે.
પુરાતત્ત્વ પ્રમાણે કશાન કાળની પ્રતિમામાં લાંછન કે પરિકરના તદ્દન અભાવ છે. ગુપ્તકાળની કાઈ કાઈ પ્રતિમા પર લાંછન, ધ ચક્રની મુદ્રા અને ગાંધર્વાનું સાહચર્ય મળે છે. પરિકર પદ્ધતિ પાછલા કાળની હોય તેમ તેના ઉપલબ્ધ અવશેષ ઉપરથી જણાય છે. પહેલા તીર્થંકર આદિનાથ પ્રભુની કાઈ કાઈ પ્રાચીન મૂર્તિને ખભે વાળની લટા તેમજ તીથંકરની પ્રતિમાને ઉપવીતનું ચિહ્ન પણ જોવામાં આવે છે.
સામાન્ય રીતે પરિકર ખેડેલી મૂર્તિના, ઉભેલી મૂર્તિના અને વિશેષ કરીને શયન પ્રતિમાના પરિકરાના પ્રકાર અલગ અલગ હેાય છે. પરિકરની સાથેાસાથ પ્રતિમા માટેનું સિંહાસન, બાહુયુગ્મ-કાઉસગ્ગ ઉપરના છત્રવટા અને તેમાં શંખ તથા દેવદુંદુભિ વગાડનારાઓના પ્રમાણુ પ્રમાણે શિલ્પા કરવાં જરૂરી મનાયા છે.
સામાન્ય રીતે સુદર પ્રતિમા જે વર્ણ રંગની હેાય તેના જ વર્ણના પાષાણનું પરિકર કરવું જોઇએ. પ્રતિમા જે વર્ષોંની હેાય તેથી બીજા વર્ણના પાષાણુનું
૯. અષ્ટપ્રતિહા'માં ૧. અશેાકક્ષ, ૨. સિ ંહાસન, ૩. ચામર, ૪. ભામ`ડળ, ૫. દેવદુંદુભિ, ૬. દિવ્યધ્વનિ, ૭. સુરપુષ્પવૃષ્ટિ અને ૮, છત્ર કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org