________________
૨૮.
જાતિવિધાન તીર્થકરની છે એ ઓળખવું મુશ્કેલ છે. પાછળનાં વાળનાં ઝુલકાંને લીધે કષભનાથની અને સપફણાના છત્રને લીધે પાશ્વનાથની પ્રતિમા જ ઓળખી શકાય છે.
હવે ચાર બાજુ ચાર તીર્થકરોની પ્રતિમા મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. એને ચૌમુખ પ્રતિમા કહેવાય છે. આ ચૌમુખ પ્રતિમામાં અષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરની પ્રતિમાઓ વધુ લેકપ્રિય છે.
બિહારમાં મળેલી પ્રાફ-કુષાણકાલથી ગુપ્તકાળ સુધીની તીર્થકરેની ધાતુ"પ્રતિમાઓ પણ મથુરાની પાષાણપ્રતિમાઓ જેવી છે, ચંદ્રગુપ્ત બીજાના સમય (ઈ. સ. ૩૭૬-૪૫)ની નેમિનાથની પ્રતિમાની પીઠિકા પર શંખનું લાંછન જણાય છે એવી રીતે ચંદ્રપ્રભની ધાતુપ્રતિમાની ટોચ ઉપર ચંદ્રનું લાંછન આપેલું છે.
ગુજરાતમાં અકેટાની ધાતુપ્રતિમાઓમાં પાંચમી સદીની ઋષભદેવની પ્રતિમામાં તીર્થકરને વસ્ત્ર પહેરાવેલું છે. શ્વેતાંબર પરંપરાની જિનપ્રતિમાને આ સહુથી પ્રાચીન જ્ઞાત નમૂને છે. છઠ્ઠી સદીની ધાતુપ્રતિમાઓમાં તીર્થકરની જમણી બાજુએ યક્ષ સર્વાનુભૂતિની અને ડાબી બાજુએ યક્ષી અંબિકાની પ્રતિમાં મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. નવમી સદી સુધી વીસે તર્થંકરની પ્રતિમા સાથે આ યક્ષયક્ષીની જ પ્રતિમા મુકાતી. ચોવીસ તીર્થંકરનાં જુદાં જુદાં ચોવીસ યક્ષ-યક્ષી નવમી સદીથી નજરે પડે છે.
જૈનધર્મમાં મૂર્તિપૂજ ક્યારે શરૂ થઈ તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે પરંતુ તેને વિશાળ સમય બતાવવો અશક્ય નથી જે આપણે અભિલેખેને પુરાવા ઉપર આધાર રાખીએ તે સ્પષ્ટ રીતે કહી શકીએ કે શિશુનાગના સમયમાં અથવા નન્દ રાજાઓના સમયમાં અર્થાત કે મહાવીરના જન્મના કેટલાંક વર્ષો પછી મૂર્તિઓ હોવાનું સ્પષ્ટ થાય છે. રાજ ખારવેલના હાથીગુફા લેખમાં (ઈ. સ. પૂ. ૧૬૧) શ્રી ઋષભદેવની પ્રતિમા પાછી મેળવીને ફરી પ્રતિષ્ઠા કર્યાને ઉલ્લેખ છે. આ મૂર્તિ તે અગાઉ ૩૦૦ વર્ષ પહેલાં લઈ જવાઈ હતી. જયારે મહાવીરને ઉન્નતિને કાળ હતું ત્યારે બ્રાહ્મણધર્મની કળા પૂરેપૂરી ખીલેલી હતી અને તેની મૂર્તિ. પૂજાનો ઈતિહાસ પણ ઘણું હતું. જેનધર્મના પ્રચારકેએ આ પરિસ્થિતિને લાભ લઈને પિતાના ધર્મમાં પણ મૂર્તિપૂજાની આવશ્યકતા ઉભી કરાવી. અર્થશાસ્ત્રના લેખક કૌટિલ્ય જૈનદેવોની નોંધ કરે છે તેમાં જયન્ત, વૈજયન્ત, અપરાજિતા વગેરેનો ઉલ્લેખ છે. આથી મૂતિઓની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ચોથા સૈકા જૂની તે ગણી શકાય એમ છે. “અંતગડ દસાઓ” ગ્રંથમાં પણ મતિના ઉલ્લેખ છે
. જુઓ studies in Jaina Art by U. P. Shah, 1955 (P, 13)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org