________________
જૈનમૂર્તિવિધિન ત્રણ તીર્થકરેની મળે છે જે એતિહાસિક યુગમાં થઈ ગયા. વળી સમગ્ર જૈન સાહિત્ય જે સ્વરૂપમાં છે તે સ્વરૂપ પણ મહાવીરના સમય અર્થાત ઈ.સ. પૂ. છછું. સૈકાથી વધારે પ્રાચીન નથી. તે પછી જૈનધર્મમાં જેન અનુકૃતિ અનુસાર મહાવીર સ્વામીની પ્રતિમા તેમની હયાતી દરમ્યાન બનવા લાગી હતી. દીક્ષા લેતાં પહેલાં તેઆ પિતાના મહેલમાં લગભગ એકાદ વર્ષ પહેલાંથી ધ્યાન ધરતા હતા ત્યારે તે અવસ્થાની ચંદન-કાછની પ્રતિમા બનાવવામાં આવેલી, તે પ્રતિમા સિંધુ–સૌવીરના રાજા ઉદયને પ્રાપ્ત કરી, તેની પાસેથી એ ઉજજૈનના રાજા પ્રદ્યોત પિતાના રાજ્યમાં લઈ ગયો. અને તેણે તે પ્રતિમાને વિદિશામાં પધરાવી. પ્રદ્યોતે એની કાષ્ઠ-પ્રતિકૃતિ સિંધુ-સૌવીરના વીતભયપત્તનમાં રાખેલી. આ પ્રતિમા નગરવિનાશક વંટોળિયાના તેફાનમાં દટાઈ ગઈ. દંતકથા પ્રમાણે આ પ્રતિમાને ગુજરાતના સોલંકી રાજા કુમારપાળે બહાર કઢાવી અણહિલવાડ પાટણમાં મંગાવીને પધરાવી. મહાવીર સ્વામીને દીક્ષા લેવાની ઘણુ પ્રબળ ઈચ્છા હતી પરંતુ વડીલબંધુના આગ્રહથી એક વર્ષ ગૃહસ્થાશ્રમમાં વધુ રહ્યા પણ તેઓ સાધુ જેવું જીવન પ્રભુપરાયણ રાખતાં. આવી પ્રતિમા “જીવંતસ્વામી તરીકે ઓળખાય છે. વિદિશા અને વિતભયપત્તનની જીવન્તસ્વામીની પ્રતિમાને લગતી કથા આવશ્યકણિ, નિશીથચૂર્ણિ અને વસુદેવહિડીમાં આપેલી છે, જ્યારે અણહિલવાડ પાટણમાંની પ્રતિમાને લગતા વૃત્તાંત રાજા કુમારપાલના સમકાલીન હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત” માં નિરૂપ છે. જીવન્તસ્વામીની પ્રતિમાને લગતી આ લેકકથા છઠ્ઠી-સાતમી સદીથી સાહિત્યમાં પ્રચલિત થઈ હતી એટલું જ નહિ, પણ આવી સાંસારિક અવસ્થાની કિરીટ તથા આભૂષણેથી વિભૂષિત પ્રતિમાના નમૂના અકેટા (વડોદરા)ની ધાતુપ્રતિમાઓમાં પ્રાપ્ત થયા છે. ડે. ઉમાકાંત છે. શાહ આ ધાતુપ્રતિમાને ઈ સ. ૪૦૦ થી ૫૦૦ના સમય જેટલી પ્રાચીન માને છે. ગુજરાતમાંથી મળતી જૈન પ્રતિમાઓમાં આ એક અતિ પ્રાચીન મૂર્તિશિલ્પ ગણાવી શકાય. મહાવીર સ્વામીના સમયની જીવન્તસ્વામીની કે તીર્થકરની કઈ પ્રતિમા મળી નથી. બૌદ્ધધર્મમાં વત્સદેશના સમકાલીન રાજા ઉદયને બુદ્ધની ચંદનકાષ્ઠ પ્રતિમા પધરાવી દેવાની કથા છે એ પણ આ પ્રકારની છે.
જૈન ધર્મસંપ્રદાયની અનુશ્રુતિ અનુસાર મહાવીર સ્વામી તેર વર્ષની વયે ઈ.પૂ. પ૨૭માં કાલધર્મ પામ્યા હતા અને તે પહેલાં ત્રીસ વર્ષ (અર્થાત ઈ. પૂ. પપ૭માં) કેવલજ્ઞાન પામ્યા હતા. મહાવીર સ્વામીની પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથ
૬. એક મત એ છે કે જેમ બોધિસત્વ હોય છે તેમ આને જિનસત્ત્વ કહી શકાય. અર્થાત્ જ્ઞાન મેળવ્યા પહેલાંની અવસ્થા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org