________________
જૈનમૂર્તિવિધાતા કે ખંડિત, બોલી, શીર્ણ વિશીર્ણ છે. ફાટેલી પ્રતિમામાં મંત્ર-સંસ્કાર રહેતા નથી તેમજ દેવપણું પણ રહેતું નથી. જે પ્રતિમાની પ્રતિષ્ઠા સે વર્ષ પહેલાં થઈ હેય અને તે કોઈ ઉત્તમ આચાર્ય કે મહાપુરૂષે સ્થાપિત કરેલી હોય તે બિંબ પ્રતિમા અંગચંગ હોય તે પણ પૂજા કરવા યોગ્ય છે. તેની પૂજા નિષ્ફળ જતી નથી. જે જૂની પ્રતિમા પડવાથી–સામાન્ય –ખંડિત થઈ હોય તે તેને સમુદ્ધાર કરીને રથયાત્રાદિને ઉત્સવ કરીને ફરી પૂજા શરૂ કરવી. જનતીથધામો : - જૈનધર્મના પ્રચાર–ઉપદેશકોના જીવન સાથે સંકળાયેલા પ્રદેશ કે સ્થળોએ પવિત્ર સ્થાનકો કે તીર્થો ઊભા થયાં, અર્થાત તીર્થકરેએ પિતાના તીર્થો ઊભા કર્યા. જેને સાહિત્યમાં તેઓનાં નેધવા યોગ્ય પ્રસંગે આ પ્રમાણે જાણીતા છે: ૧. ગર્ભ, ૨. જન્મ, ૩. તપ, ૪. જ્ઞાન, ૫. નિર્વાણ. આ પાંચ સમૂહ પાંચકલ્યાણને નામે ઓળખાય છે. આ ઉપરાંત પવિત્ર સ્થળ જેવાં કે સમુદ્રકિનારે અથવા કોઈ રમણીય સ્થળે જનમંદિર બાંધવાની મુક્ત પસંદગી આપવામાં આવી છે. પરિણામે જૈન મંદિરે સામાન્ય રીતે ભારતમાં સર્વત્ર જ્યાં જ્યાં જેનેને સમૂહ છે ત્યાં ત્યાં દેખાય છે. રાજસ્થાનમાં આબુપહાડ ઉપર વિમળશાહ અને તેજપાલનાં મંદિરો તેમજદક્ષિણ બિહારમાં પારસનાથ પહાડ ઉપરના મંદિરે જેને સ્થાપત્ય માટે આકર્ષક છે. ગ્વાલિયરને કિલે જે ખડક ઉપર બંધાય છે તેની ગુફાઓમાં પણ ઘણાં જૈન શિ૯પે છે. આ સિવાય જેનેના બીજા પવિત્ર સ્થળ આ પ્રમાણે છે. મથુરા, પાલિતાણા પાસે શત્રુંજય; જૂનાગઢ પાસે ગિરનાર; ઇલેરામાં ઈન્દ્ર અને જગન્નાથસભા ગુફાઓ; મધ્યભારતમાં ખજુરાહ, દેવગઢ, ગડગ; ધારવાડમાં લકુંડી, શ્રાવણબેલગોલા, શ્રવણબેલગેલામાં ગેમતેશ્વરનું ભવ્ય પૂતળું છે. બીજી જૈન ભવ્ય પ્રતિમાઓ દક્ષિણ કેનારામાં કર્કલ અને વનરમાં છે.
લગભગ બધા તીર્થકરોએ જીવનનું સમર્પણ અને કેવળજ્ઞાન પોતાના જન્મ સ્થાનકોમાં પ્રાપ્ત કર્યું હતું. પરંતુ ઋષભદેવે કેવળજ્ઞાન પરિમતાલમાં પ્રાપ્ત કર્યું, નેમિનાથે ગિરનાર ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. છેલ્લા તીર્થકર મહાવીરે પાવા અથવા પાવાપુરી (બિહારથી સાત માઈલ ઉપર) સ્થળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પાવાપુરી ઋજુપાલિકા નદીને કિનારે આવેલું છે. વીસતીર્થકરેએ મોક્ષ સમેતશિખર અથવા પાર્શ્વનાથગિરિ ઉપર મેળવ્યો પણ નેમિનાથે ગિરનાર ઉપર પ્રાપ્ત કર્યો. વાસુપૂજ્ય પૂર્વ બિહારમાં ચંપાપુરીમાં, મહાવીરે પાવાપુરીમાં અને ઋષભે અષ્ટાપદ અર્થાત જેને ગુજરાતમાં સુવિખ્યાત શત્રુંજય તરીકે ઓળખવામાં આવે છે ત્યાં મેક્ષ મેળવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org