________________
જનભૂતિવિધાન વિધાનમાં ધર્મના આચાર્યોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આથી જૈન મૂતિઓના મુખ્ય લક્ષણોને વિચાર કરવો જરૂરી બને છે. જૈન મૂર્તિઓના ધ્યાન ખેંચે તેવા લક્ષણેમાં લાંબા લટકતા હાથ, પ્રતીક શ્રીવત્સ, પ્રશાંત સ્વરૂપ, તરૂણ અને નિર્વસ્ત્ર છે. આવી મૂર્તિઓના બીજા લક્ષણોમાં મુખ્ય નાયકની જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણીની મૂર્તિ હોય છે. વળી અશોક વૃક્ષ કે બીજુ કઈ વૃક્ષ કે જેની નીચે તીર્થકરોને જ્ઞાન થયું હોય તે વૃક્ષ પણ કંડારવામાં આવે છે. વૃક્ષ આઠ પ્રતિહાર્યોમાં ગણાય છે. પ્રતિહાર્યો આ પ્રમાણે છેઃ
૧. દિવ્યતરૂ, ૨. આસન, ૩. ત્રિછત્ર અને સિંહાસન, ૪. પ્રભામંડલ, ૫. દિવ્યધ્વનિ, ૬. સૂરપુbપવૃષ્ટિ, ૭. ચામયુગ્મ અને ૮. દેવદુદુભિનાદ. આ બધાં પ્રતીકે તીર્થંકરની મૂર્તિઓમાં જણાય છે. યક્ષ અને યક્ષિણ અથવા શાસનદેવતાઓ મૂર્તિની નીચેના ભાગમાં જણાય છે. યક્ષ અને યક્ષિણીની છૂટક મૂર્તિઓ ઓળખવા માટે જિનની નાની આકૃતિ કાંતે મૂર્તિના મસ્તક ઉપર અથવા મૂર્તિના આસન ઉપર કરવામાં આવે છે. દરેક તીર્થકર તેના આસન નીચે કરેલા લાંછનથી ઓળખી શકાય છે. ઉપરાંત જૈન મૂતિઓમાં બીજા પણ ચિહ્નો હોય છે. જેથી તે મૂર્તિઓ ખીજી મૂર્તિઓ કરતાં જુદી પડે છે. જેમકે ૧. સ્વસ્તિક, ૨. દર્પણ, ૩. કુંભ, ૪. નૈત્રાસન, પ. અને ૬. મીનયુગ્મ, ૭. પુષ્પમાળા અને ૮. પુસ્તક, સામાન્ય માનવી તીર્થકરની બેઠેલી મૂર્તિને બુદ્ધની મૂર્તિ સમજવામાં ભૂલ કરી બેસે છે. આથી લાંછને જૈન મૂર્તિઓને બરાબર ઓળખવામાં મદદરૂપ થાય છે, જિનેમાં ઋષભનાથ, નેમિનાથ અને મહાવીર સ્વામી પદ્માસનમાં બેઠેલા હતા ત્યારે તેઓને મોક્ષ મળે પરંતુ બીજા તીર્થકરેને તેઓ ઉભેલા કોત્સર્ગાસનમાં હતા ત્યારે સિદ્ધિ પામ્યા હતા. પ્રતિમાદષ
શાસ્ત્રમાં કહેલા માનથી વધારે કે ઓછા માનથી પ્રતિમા કરવી નહિં, કેમકે તેમાં ઘણું દે થાય છે. તેનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. જે શાસ્ત્રને ન જાણતા હોય તેવા અજ્ઞાની શિલ્પીએ કરેલા કાર્યને દેશ-યજમાન કામ કરાવનાર–ને લાગતો નથી, પરંતુ શિપીને મહાભય ઉપજાવનાર એ દોષ લાગે છે. ધાતુ કે લેખની પ્રતિમા જે અંગભંગ થઈ હોય તે તેને સુધારીને ફરી સંસ્કારને મેગ્ય કરવામાં આવે છે. પરંતુ કાષ્ઠ કે પાષાણની મૂર્તિ જે અંગખંડિત થઈ હોય
૫. માઝાનુઢકવવાદુ શ્રીવાદ પ્રશાન્તમૂર્તિ | दिग्वासास्तरुणो रूपवांश्च कार्योडहतां देवः ॥ ४५
(વરાહમિહિરનું બૃહત્સંહિતા અ. ૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org