________________
જૈનધમ ના પરિચય
તેઓને માન આપે છે અને તેની પૂજા કરે છે. દા. ત. સેાળ શ્રુત અથવા વિદ્યાદેવીઓ, અષ્ટમાતૃકા, બ્રહ્માણી, મહેશ્વરી વગેરે. તીથંકરની માતાએ મરૂદેવી, વિજ્યા વગેરે. ક્ષેત્રપાલ, ભૈરવા, શ્રી અથવા લક્ષ્મીદેવી, જો આપણે કુમારો અને દિક્પાલા વચ્ચે કાઈ સંબંધ સાંકળી ન શકીએ, તેા તેઓને વાસ્તુદેવા કહેવાય. તે આપણે ઉપર ચચેલા દેવાના કોઈપણ વિભાગમાં તેમના સમાવેશ થઈ ન શકે, તે ખાસ નાંધવું જોઈએ કે આ દેવ અને દેવીમાંના મોટા ભાગના બ્રાહ્મણુધર્માંના દેવવ્ર ક્રમાંથી અપનાવેલ છે અને તેને જૈનાએ તીકરાના વફાદાર ટેકેદારા તરીકે ગણાવ્યા છે અને તેઓ પ્રત્યેના આદરને લીધે વિધિવિધાનના સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે તેમની પુષ્કળ પૂજા કરવામાં આવે છે.
જૈનમૂર્તિ એના મુખ્ય લક્ષણેા :
કેટલીકવાર શિલ્પમાં જળુાતી મૂતિએ અમુક સંપ્રદાયને આધીન જણાય છે. ભારતમાં કલા મુખ્યત્વે તેના પ્રતીકથી જાણીતી છે તેમાં વિધિવિધાન અને કલાના સ્વરૂપાનું મિશ્રણ જણાય છે. કલાકારને શાસ્ત્રમાં જણાવેલા સૂચના પ્રમાણે ધાર્મિક જરૂરિયાત સતાવાનું હતુ. આટલાથી તેની ફરજ પૂરી થતી ન હતી કારણ તેને પેાતાને પ્રતીકે અને સૌર્યાના સુમેળ કરવાના હતા. સૌંદર્યાંમાં પણ ધર્મને જરૂરી વિવેક સાચવવાના હતા. આથી જ ભારતમાં મૂર્તિ આમાં સાચી કલાની સાથેાસાથ સંખ્યાબંધ ગૂઢ પ્રતીકા માટાભાગે જોઈએ છે આ રીતે સાચી કલા અને તેના પ્રતીકા અસરકારક રીતે રજૂ કરે છે. ધર્માંની સેવા કરવાનું મુખ્ય ધ્યેય આવી કલાનુ હાય છે. કદરૂપી આકૃતિ ભક્તજનને આકર્ષીતી નથી, તેને દૃશ્ય સ્વરૂપમાંથી અનંતની તૃષ્ણા છુપાવવાની હાય છે. આથી જ કલાના તમામ ગ્રંથા સર્વાનુમતે જણાવે છે કે સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ હાવું જોઈએ. મૂર્તિને ઘડનારા કુશળ વિચક્ષણ શિલ્પીએ હાવાને કારણે પ્રથામાં આપેલા આદેશ પ્રમાણે સ્વરૂપ ઉત્તમ ઘડાવા લાગ્યું. છતાંપણ કેટલીકવાર સુંદર આકૃતિઓની સાથે ખેડાળ આકૃતિ પણુ મળવા લાગી તેનું કારણુ અણુધડ શિલ્પી હાવાનું મનાય છે. શિપના થામાં તે સંપૂર્ણ મૂર્તિ ઘડવાના સ્પષ્ટ નિયમેા આપેલા છે જે કલાત્મક જણાયા છે. આથી સ્પષ્ટપણે સમજાય છે કે મૂર્તિવિધાનેાના ગ્રંથે! લખનારા મદિરાના પૂજારીએ નહેાતા અથવા ધર્મના પ્રચારકેા પણ ન હતા પરંતુ કલાત્મક શિલ્પાનું શાસ્ત્રીય જ્ઞાન જાણનારા વિચક્ષણ કારીગરા-શિલ્પીએ હતા. આ ગ્રંથમાંના પ્રતીકો અને મૂર્તિવિધાન સાથેની વિચારણા કરવી જરૂરી છે, તેની પ્રાયેાગિક પદ્ધતિના ખ્યાલ કરવાના નથી. જૈન મૂર્તિને ભારતની ખીજી ભૂતિ આમાંથી કેવી રીતે ઓળખવી? તીથ ંકરાની મૂર્તિઓને તેમજ જૈનમૂર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org