________________
જૈનધર્મને પરિચય તેમની મૂર્તિને રાત્રે સ્નાન કરાવે અને પૂજા પણ કરે, પરંતુ શ્વેતામ્બરે તેમના મંદિરમાં દીવા પણ ન કરે. રાત્રે સ્નાન, પૂજન કે દીવા કરવામાં કોઈપણ જાતના જંતુઓ મરી જાય તેને તેઓ મહાન પાપ ગણે છે. દિગમ્બરે તેમની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવે છે પણ જૈન ધર્મના બીજ સંપ્રદાયના તેમ નથી કરતા. જનદેવ અને દેવીઓના વર્ગો :
ધીરે ધીરે જૈન દેવતાઓની સંખ્યામાં વધારે થયે તેથી તેને વગીકરણની જરૂરત ઉભી થઈ. તેનાં કારણોમાં એક તેઓના દેવવંદને વ્યવસ્થિત કરવા અને બીજું કારણ પુરોહિત –પૂજારી–ને પૂજા માટે સગવડ કરી આપવા. દેવતાઓ પ્રત્યે અમુક દષ્ટિબિંદુઓથી જેવાતું તેને કારણે તેના જુદા જુદા વગીકરણ કરવામાં આવ્યા છે. કેટલાક દેવ દેવીઓને વેતામ્બરે પૂજે છે તેથી દિગમ્બર આ દેવોને સ્વીકારતા નથી, તેવી જ રીતે દિગમ્બરોના દેવતાઓથી વેતાબો અજાણ જણુયા છે, તેવી જ રીતે બંને સંપ્રદાયમાં અમુક નામમાં ભેદ જણાય છે. પ્રાચીન ધાર્મિક જૈન ગ્રંથ આચાર દિનકરમાં દેવીઓ ત્રણ વિભાગમાં વહેંચાયેલી જણાય છે :
૧. પ્રાસાદ દેવી અથવા જે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તે.
૨, કુલદેવી અથવા તંત્રની દેવીઓ જેની અમુક મંત્ર દ્વારા પૂજા કરી શકાય છે. આ મંત્રો ધમના ગુરૂઓ આપે છે.
૩. સંપ્રદાય દેવીએ અથવા અમુકવર્ગની દેવીઓ–લેખક આ દેવીઓને ઉચ્ચાસન પર બેઠેલી, ખેતરમાં, ગુફામાં સ્થાપન કરેલી અથવા ભવ્યમંદિરમાં હોય તેમ વર્ણવવામાં આવે છે. તેનું પ્રતીક કાંતિ જાતે ઉત્પન્ન કરેલું અથવા માણસે ઊભું કરેલું જણાય છે.
સાંપ્રદાયિક દેવીઓમાં અંબા, સરસ્વતી, ત્રિપુરા, તારા વગેરે ગણાવી શકાય. કુલદેવીમાં ચંડી, કંઠેશ્વરી, વ્યાધ્રરાજી વગેરે. આ વિભાગમાંથી ઘણી મોટી યાદી દેવ અને દેવીઓની આપી શકાય. જૈનગ્રંથોમાંથી કેટલાંક ઉલેખે મળી આવે છે, તેમાંથી સ્પષ્ટ થાય છે કે ઘણું તંત્રની દેવીઓએ જૈન દેવવંદમાં સ્થાન મેળવ્યું છે. આવી કેટલીક તંત્રની દેવીઓના નામ આ પ્રમાણે છે: ક કંકાલી, કાલી, મહાકાલી, ચામુંડા, જવાલામુખી, કામાખ્યા, કાલિની, ભદ્રકાલી, દુર્ગા, લલિતા, ગૌરી, સુમંગલા, રોહિણી, ફૂલકતા, ત્રિપુરા, કુરૂકુલા, ચંદ્રાવતી, યમઘંટા, કાંતિમુખા વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org