________________
જૈનધાને પરિચય પણ સારી રીતે અપનાવ્યું અને તેઓએ પિતાની આગવી પદ્ધતિ પ્રમાણે અસંખ્ય મૂતિઓ કરી. આ મૂર્તિએ શાસ્ત્રીય અને પૌરાણિક ખ્યા પ્રમાણે થવા લાગી. જેમાં તીર્થકરોની મૂર્તિઓ થઈ. આ મૂર્તિ માટે મુખ્ય હેતુ એ હતો કે તેઓ અનુયાયીઓને તેનું સ્મરણ કરાવે છે કે તીર્થકરીએ કેવાં કેવાં કપરાં સંગેમાંથી પસાર થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તીર્થકરનું જીવન તેઓને માટે પણ પ્રેરણાદાયક બને છે. આ બધી મૂર્તિઓ કે પ્રતીક પૂજાને પણ લાગુ પડે છે. જિને તેમની પાછળ જે અસર મૂકતા ગયા તે તેમના મૃત્યુ પછી લાંબા વખતે તેમના ભક્તોને તેમના ઉપદેશકેની ભવ્ય યાદગીરી જાળવી રાખવા માટે તેઓની મૂર્તિઓને તેઓના જીવન સાથે સંકળાયેલા પવિત્ર સ્થળોએ મૂકવાનું ઉચિત લાગ્યું. તેઓને લગતું જે સાહિત્ય મળે છે તેમાંથી પણ આ બાબતની માહિતી મળે છે. જે કેબી લખે છે કે “જિનેના જીવને જીવનકથાઓ લખવા માટે નહતા પણ તેમનાં જીવને જાહેર પ્રજાને માટે ઉપયોગમાં લેવાતા. જ્યારે તીર્થકરોની મૂર્તિઓ મંદિરમાં પૂજાય છે તે વખતે જે સ્તોત્ર બલવામાં આવે છે તેને કલ્યાણક, માંગલિક, મહત્વના ગણવામાં આવે છે. આ કલ્યાણકાની સાથે જિનોના જીવને મુખ્યત્વે સંકળાયેલા હોય છે. આ હકીકત બતાવે છે કે તીર્થકરોના પૂજનમાં કલ્યાણક બતાવવાને રિવાજ ઘણો જૂને છે. આ સિવાય બીજી કોઈપણ રીતે આવા નિરસ વિષયને કલ્પસૂત્રમાં જે વિસ્તારથી વર્ણવાયો છે તેને માટે લેખક લેભાયે ન હેય! જેનમૂર્તિઓમાં તીર્થકરે ઉપરાંત દેવદેવીઓની પણ મૂતિઓ થવા લાગી. તેમાં યક્ષ અને યક્ષિણીઓની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. પ્રત્યેક તીર્થકરને એક યક્ષ અને એક યક્ષિણું હોય છે, જેમકે આદિતીર્થકર ઋષભનાથની યક્ષિણીનું નામ ચક્રેશ્વરી છે જેનધર્મમાં યક્ષ અને યક્ષિણુઓને જિન ભગવાનના અનુચર તરીકે ઓળખવામાં આવે છે. આ ધર્મના ધાર્મિક ગ્રંથને આધારે એમ કહેવામાં આવે છે કે તેઓની નિમણુંક તીર્થકરની સેવા કરવા ઈકોએ કરી છે. આથી જ તીર્થકરોને પરિકોમાં જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ શાસનદેવી મૂકવામાં આવે છે. તીર્થકરેના અનુચર સિવાય બીજા કેટલાંક યક્ષોના ઉલ્લેખ જૈનધર્મ શાસ્ત્રોમાંથી મળે છે. તેમાં મણિભદ્ર મુખ્ય હેઈ તેને યક્ષેન્દ્ર તરીકે સંબોધવામાં આવે છે. તીર્થકરોની મૂર્તિઓ ઉપરાંત યક્ષેયક્ષિણુઓ, મૃતદેવી, વિદ્યાદેવીઓ વગેરે બીજાં કેટલાંક દેવદેવીઓની ને અન્યત્ર રજુ કરવામાં આવી છે. બીજા પણુ ગૌણ દેવદેવીઓ છે કે જેનું સ્થાન જૈનમૂર્તિવિધાનમાં મહત્ત્વનું નથી. આવાં ગૌણ દેવદેવીઓના ઝીણવટભર્યા અભ્યાસમાંથી જણાશે કે બ્રાહ્મણધર્મના કેટલાયે દેવતાઓને જૈનધર્મના દેવવંદમાં સરળતાથી અપનાવેલા છે. કદાચ આવી રીતે બીજાં દેવદેવીઓને સ્વીકારવાની જરૂરિયાત ઉભી થઈ હશે. આવા દેવામાં નવગ્રહે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org