________________
જૈનધમ ને પરિચય
૧૫
કદમામાં બ્રાહ્મણધમ પ્રચલિત હતા પણ કેટલાંક જૈનધમી રાજા હતા. પાંચમી સદીના શ્રીવિજય, શિવમૃગેશ વર્મા અને શ્રીમૃગેશ મારફત જૈનાના શ્વેતાંબર, નિગ્રન્થ, યાપનીય અને સૂર્યાંક વગેરે સધાને અલગ ભૂમિદાન કરાયાના શિલાલેખ પ્રાપ્ત થાય છે. આ રીતે આ પ્રદેશમાં ચેાથીથી છઠ્ઠી સદી સુધી જૈનધમ લેાકપ્રિય રહ્યો અને રાજ્યનું સન્માન પણ પામ્યા.
સાતમી સદીથી રાષ્ટ્રકૂટાના પ્રારંભ થયા. આ વંશ સાથે જૈનેને ધનિષ્ટ સબંધ હતા. અમેાધવ પહેલાના ગુરૂ જિનસેન હતા તેમણે આદિપુરાણ રચ્યું છે. તેમની પ્રશ્નોત્તરરત્નમાલિકાથી પ્રતીતિ થાય છે કે તેમણે રાજ્યને! ત્યાગ કરીને જૈન દીક્ષા લીધી હતી. રાષ્ટ્રકૂટોની રાજધાની માન્યખેટ જૈનાનુ કેન્દ્ર હતું કારણ કે આ વશના રાજાઓને જૈનધમ પ્રત્યે વિશિષ્ટ પ્રેમ હતા. આ વશના છેલ્લા રાજા ઇન્દ્ર ચેાથાએ શ્રવણબેલગોલામાં ભદ્રબાહુની જેમ સમાધિમરણ લીધું હતું. રાષ્ટ્રકૂટા પછી પશ્ચિમી ચાલુકયોને કર્ણાટક પર અધિકાર થયો. તે પહેલાં પણ ચાલુકયોને જૈનધર્મ પ્રત્યે પ્રેમ હતા. બાદામી અને અહાલની જૈન ગુફાની રચના આ સમયમાં થઈ હતી. પશ્ચિમી ચાલુકયવ‘શના સંસ્થાપક તૈલપ બીજો— દશમી સદી–ચૂસ્ત જૈનધમી હતા. અગિયારમી સદીમાં પણ જૈનેને અનેક દાન મળતા હતા. વાદિરાજનું પાનાથ-રિત આ સમયનું છે, શ્રીધરાચાર્યની યેાતિવિષયક કૃતિ 'કન્નડમાં સૌથી જૂની રચના છે, જે સામેશ્વરના પહેલાના સમયમાં રચાઈ હતી. આ વશના અન્ય રાજ્યએ પણ જૈનધર્મની ઉન્નતિને માટે સહાયતા કરી હતી. આ રીતે આ રાજવશ જૈનધર્મીને સંરક્ષક હતા અને સાહિત્યસર્જનમાં પણ તેણે ધણુ પ્રોત્સાહન આપ્યુ હતું. જૈન મદ અને સંસ્થાએ દાનના સ્રોતથી સમૃદ્ધ થયા. હેાયશલા રાજવંશને અગિયારમી સદીમાં સ્થાપવાનું કોય એક જૈન મુનિને મળે છે. મુનિવર્ધમાનદેવને પ્રભાવ વિનયાદિત્યના શાસન પર ઘણા હતા. અનેક રાજાઓની મારફત જૈન સંસ્થાએને સતત સહાયતા મળતી રહી છે. કેટલાંયે રાજાઓના ગુરૂ જૈનાચાર્ય હતા. બારમી સદીના નરેશ વિષ્ણુવન પ્રથમ જૈન હતા અને પછી રામાનુજાચાર્યના પ્રભાવથી ખેંચાઈને વિષ્ણુધના સ્વીકાર કર્યાં. આ સમયથી વિષ્ણુધર્મ પ્રત્યે આદર વધવા લાગ્યા છતાં પણ તેના શિલાલેખામાંથી તેને જૈનધર્મ પ્રત્યેને પ્રેમ દેખાઈ આવે છે, તેની રાણી શાંતદેવીએ તા આજન્મ જૈનધર્મનું પાલન કર્યું. હતું, વિષ્ણુવર્ધનના કેટલાંયે સેનાપતિ અને મંત્રીએ જૈનધમ ના ઉદ્ઘારક હતા. આ સંબંધમાં ગંગરાજ, તેની પત્ની લક્ષ્મીમતી, ખેપ, ભરતેશ્વર વગેરે ઉલ્લેખનીય છે. ત્યાર બાદ નરસિંહ પ્રથમ, વીર ખલેલ, નરસિંહ તૃતીય તથા અનેક રાજ્યએ જૈનમ દિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org