________________
જનભૂતિવિધાન ભદ્રબાહુએ પિતાના શિષ્ય વિશાખમુનિને દક્ષિણમાં ચળ અને પાંડય દેશોમાં ધર્મપ્રચારાર્થે મોકલ્યા હતા. આ રીતે ભદ્રબાહુને દક્ષિણ દેશમાં જૈનધર્મના પ્રથમ પ્રચારક તરીકેનું શ્રેય મળે છે. પરંતુ એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભદ્રબાહુના પહેલાં આ પ્રદેશમાં જૈનધર્મને અભાવ હતો તે તેણે આટલા મેટા મુનિસંઘને કયા લેકેને આધાર અને આશ્રય અપરિચિત દેશમાં લીધો હશે? એમ કહેવાય છે કે તે પહેલાં પણ આ પ્રદેશમાં જૈન ધર્મ જાણીતું હતું અને તેના પ્રમાણ પણ મળે છે. અશોકના સમયમાં બૌદ્ધધર્મને પ્રચાર લંકામાં તેના પુત્ર-પુત્રીએ કર્યો હતો, પરંતુ તે પહેલાં પણ જૈનધર્મને પ્રચાર લંકામાં થઈ ચૂક્યો હતો. જેનેતર સાહિત્યમાંથી તેના ઉલ્લેખ મળે છે. પાલિ મહાવંશ અને દીપવંશ અનુસાર અનુરાધપુરમાં નિર્મને માટે નિવાસસ્થાન બનાવવામાં આવ્યું હતું. આ સમય ઈ. સપૂ. પાંચમી સદીને હતો. આટલા પ્રાચીન સમયમાં લંકામાં જન ધર્મ કેવી રીતે પહોંચ્યો હશે? ઈ. સ. પૂ. પાંચમી અને ચોથી સદીમાં કિલિંગ-આંધ્ર તથા તામિલ દેશમાં થઈને જૈન ધર્મ લંકામાં પ્રવેશ્યો. આથી ભદ્રબાહુ દક્ષિણ દેશમાં જન ધર્મના પ્રથમ પ્રર્વતક નહીં પણ તેમણે જૈન ધર્મને ફરીથી જાગ્રત કર્યો. પરિણામે એક ફાંટે આંધ્ર દેશથી દક્ષિણ દિશામાં ગમે તેવી જ રીતે ભદ્રબાહુના સમયથી બીજે ફાંટા કર્ણાટકથી દક્ષિણ દેશને જૈન ધર્મ અસર પહોંચાડો રહ્યો. ઈસુ ખ્રિસ્તની દસમી–બારમી સદી સુધી દક્ષિણમાં અવિચ્છિન્ન સ્ત્રોત વહેતે રહ્યો. ત્યાંના અનેક ભગ્નાવશેષ, મંદિર તથા મૂતિઓથી એ સાબીત થાય છે કે આ ધર્મ ત્યાં પણ કપ્રિય રહ્યો હતો. દક્ષિણના રાજવંશની સાથે જન ધર્મને પૂરેપૂરો લાંબા કાળ સુધી સંબંધ રહ્યો તે ઉત્તર ભારતમાં પણ રહ્યો નથી. આથી દક્ષિણ દેશના પ્રાચીન ઈતિહાસમાં જન યુગના દર્શન થાય છે.
ચંદ્રગુપ્તના પ્રપૌત્ર સંપ્રતિએ જૈન ધર્મના પ્રચારમાં જે સાથ આપ્યો હતો તેને કારણે તામિલકાવિડ–દેશમાં પણ જૈન ધર્મને બળ મળ્યું, એમ સાહિત્યિક પરંપરા બતાવે છે. ઈ. સ. પૂ. બીજી–ત્રીજી–સદીના બ્રાહ્મી લિપિના શિલાલેખ તથા ચેથી–પાંચમી સદીના ચિત્રે ઉલ્લેખનીય છે. રામનદ-મથુરા–તિન્નાવલી અને સિતન્નવાલની ગુફાઓમાં ઉપર પ્રમાણેના જન પ્રમાણ મળે છે, તેમાંથી માલુમ પડે છે કે આ સ્થળે જનશ્રમણના કેન્દ્ર હતા.
ઈસ્વીસનની પંદરમી સદી સુધી જૈન ધર્મે તામિલ લોકોના સાહિત્ય અને સંસ્કૃતિ ઉપર ઘેરી અસર કરી હતી. ઈસ્વીસનને પ્રારંભકાળમાં પણ તામિલ દેશના સાહિત્ય ઉપર જૈનેને પ્રભાવ સ્પષ્ટ છે. જનેને આશ્રયે તામિલમાં શિષ્ટસાહિત્ય વિકાસ પામ્યું. પ્રાચીન પાંચ મહાકાવ્યોમાંથી ત્રણ કૃતિઓ જેનોનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org