________________
જનમૂર્તિવિધાન બીજાએ પાર્શ્વનાથ મંદિરની આર્થિક સહાયતા માટે બિલિયા ગામ દાનમાં આપ્યું હતું.
વનરાજ ચાવડાએ ભિન્નમાલથી જૈનોને બેલાવીને ગુજરાતના અણહિલપુર પાટણમાં વસાવ્યા હતા. આચાર્ય હેમચંદ્રના સમય દરમિયાન રાજસ્થાનમાં જનધર્મની ઘણી પ્રગતિ થઈ હતી. સોલંકી રાજ કુમારપાળે પાલી-જોધપુર–ના બ્રાહ્મણોને યજ્ઞમાં માંસને બદલે અનાજને ઉપયોગ કરવાને અનુરોધ કર્યો હતો. તેણે ઝાલરમાં એક જૈન મંદિર બંધાવ્યું હતું. આબુના જનમંદિર આ સમયે તૈયાર થયા હતા અને તેની આર્થિક સહાય માટે સિરોહીનું દબાણું ગામ દાનમાં આપ્યું હતું. સેવાડીના શિલાલેખમાંથી જાણવા મળે છે કે ૧૦મીથી ૧૩મી સદી સુધી ત્યાંના રાજવીઓ તરફથી જૈન સંસ્થાઓને આર્થિક સહાય મળતી. આ પ્રકારે નાડીલ, નાડલાઈ અને સાંડેરાવની જૈન સંસ્થાઓને પણ મદદ મળતી. કુમારપાળના આશ્રિત નાડલના ચૌહાણ અશ્વરાજે જૈનધર્મ ને સ્વીકાર કર્યો હતે. ઝાલેરના જૈનોને બારમી-તેરમી સદી દરમિયાન ત્યાંના સામન્ત પાસેથી સહાય મળી હતી. તેવો લેખ પણ મળી આવ્યો છે. મેવાડની એક રાણુએ તેરમી સદીમાં ચિતોડમાં પાર્શ્વનાથનું મંદિર, બંધાવ્યું હતું. આ સદી દરમિયાન જગચન્દ્રસૂરિને મેવાડના રાણા તરફથી પદવી મળી હતી અને તેને ગ૭ તપાગચ્છ કહેવાતો. બારમીથી ચૌદમી સદીમાં ઝાડલી, ચદ્રાવતી, દત્તાની અને દિયાણું-સિરોહી જિલ્લા–ના મંદિરોને ભૂમિદાન આપવામાં આવ્યું હતું તેના લેખ મલ્યા છે.
કાલન્દ્રિ-સિહી–ના સમગ્ર સંઘે ચૌદમી સદીમાં રિછક મરણ અપનાવ્યું હતું. જિનભદ્રસૂરિએ પંદરમી સદીમાં જેસલમીરમાં બૃહદજ્ઞાનભંડારની સ્થાપના કરી | હતી. રાજસ્થાનમાં શાસ્ત્રોને સુરક્ષિત રાખવાનું અને તેની અનેક પ્રત કરવાનું શ્રેય તેઓશ્રાને છે. પંદરમી સદીમાં રાણા કુંભાએ સાદડીમાં એક જનમંદિર બંધાવ્યું. તે જ સમય દરમિયાન ચિતોડના કિલ્લામાં જૈન કીર્તિસ્તંભ બને. રાણકપુરના જૈનમંદિર પણ આ સમયના છે. આ મંદિરે સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનાઓ છે. રાણા પ્રતાપે હીરવિજયસૂરિને મેવાડમાં બોલાવ્યા હતા. સિરોહી જતી વખતે તેઓ અકબર પાસે રોકાયા હતા અને ત્યાં તેમને સૂરિની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. વેતામ્બર કાગચ્છના પ્રથમ સાધુ ભાણ તે અરઠવાડાસિરોહી–ના રહેવાસી હતા. તે ૧૪૭૬માં સાધુ બન્યા હતા. તેરાપંથના પ્રવર્તક ભીકમજી મેવાડના હતા તે અઢારમી સદીમાં થઈ ગયા.
સત્તરમી સદીમાં કેટામાં ઔરંગઝેબના સમય દરમિયાન કૃષ્ણદાસે હિંમતપૂર્વક એક જૈનમંદિર બનાવ્યું અને જેનેને સુંદર પરિચય કરાવ્યો. સમયસુન્દર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org