________________
જધર્મને પરિચય સદીમાં ત્યાં જૈનધર્મ વિદ્યમાન હતા. ચિતોડની પાસે માધ્યમિકા નામની જેનગરી છે ત્યાં ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં એક મુનિશાખાની સ્થાપનાને ઉલેખ જન– સાહિત્યમાં મળે છે. માલવામાં કાલિકાચાર્ય દ્વારા શકને બોલાવવાનો ઉલ્લેખ છે આ સમયે અર્થાત ઈ. પૂ. પહેલી સદીમાં રાજસ્થાનને દક્ષિણ-પૂર્વ ભાગ માલવામાં ગણાતો. ઈ. સ. પૂ. અને ઇ. સ.ની પહેલી બે સદીઓ દરમિયાન મથુરામાં જૈનધર્મ ખૂબ સ્થિર હતું. તેના ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે તે સમયે રાજસ્થાનના ઉત્તરપૂર્વ ભાગમાં જૈનધર્મ પ્રચલિત હશે. બુદિની પાસે કેશરાયપટ્ટનમાં જિનમંદિરના ભગ્નાવશેષો પાંચમી સદી સુધીના મળ્યા હોવાની સંભાવના છે. સાતમી સદીમાં હ્યુએનસંગના વર્ણનથી ભિન્નમાલ અને વિરાટમાં જનેનું અસ્તિત્વ માલુમ પડે છે. વસંતગઢ (સિહી)માં ઋષભદેવની ધાતુની મૂર્તિ ઉપર છઠ્ઠી સદીને લેખ છે. આઠમી સદીના હરિભદ્ર સુરિ ચિડનિવાસી હતા. વીરસેનાચાર્ય ષટખંડાગમ તથા કષાયપ્રાભત એલાચાર્ય પાસેથી આઠમી સદીમાં ચિતડમાં શીખ્યા હતા. આ સદીમાં ઉદ્યોતનસૂરીએ આબુ ઉપર બૃહદગછની સ્થાપના કરી હતી.
રાજપુત રાજાઓ મુખ્યત્વે વિષ્ણુભક્ત અને શૈવ હતા છતાં પણ તેઓ જૈનધર્મ પ્રત્યે હંમેશા ઉદાર દૃષ્ટિ રાખતા.
પ્રતિહાર રાજા વત્સરાજ (૮મી સદીના) સમયનું આસિયાનું મહાવીરનું મંદિર આજે પણ જાણીતું છે. મંડોરના રાજા કક્કકે નવમી સદીમાં એક જૈન મંદિર બંધાવ્યું હતું. કેટાની પાસે જૈન ગુફાઓ આઠમી-નવમી સદીની છે તથા ૮ થી ૧૧ સદીના જિર્ણ મંદિરે પણ જોવામાં આવે છે આઘાટ–ઉદયપુરનું પાર્શ્વનાથનું મંદિર એક મંત્રીએ દસમી સદીમાં બનાવ્યું હતું. આજ સદીમાં સિદ્ધર્ષ શ્રીમાલમાં જન્મ્યા હતા. દેરવા–જેસલમીર-માં રાજા સાગરના પુત્રોએ પાર્શ્વનાથનું મંદિર બનાવ્યું હતું. દસમી સદીના આબુને રાજા કૃષ્ણરાજના સમયમાં સિરોહીમાં એક જેનમૂર્તિની સ્થાપના કરી હતી. આ સમયના હથુંડી-બીજાપુર–ના રાઠોડ તરફથી જૈનધર્મને સહાય મળી હતી. વિદગ્ધરાજે એક જૈનમંદિર બંધાવ્યું હતું. છઠ્ઠીથી બારમી સદી સુધી સૂરસેનનું રાજ્ય ભરતપુરમાં હતું તે સમયે કેટલાંક રાજા જૈન હતા. અલવરના મંદિરોના શિલાલેખ ૧૧મી ૧૨મી સદીના ગુર્જર પ્રતિહારોના સમયના મળે છે.
ચૌહાણ પૃથ્વીરાજ પહેલાએ બારમી સદીના પ્રારંભમાં રણથંભેરના જનમંદિરો ઉપર સુવર્ણકલશ ચઢાવ્યા હતા. તેના વંશજોએ જૈનધર્મ પ્રત્યે ઉદાર દષ્ટિ - રાખી હતી. વિસલદેવે એકાદશીને દિવસે કતલખાના બંધ કરાવ્યાં હતાં, જિનદત્તસૂરિ બારમી સદીમાં થઈ ગયા. તેમને સ્વર્ગવાસ અજમેરમાં થયો હતો. પૃથ્વીરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org