________________
જૈનસૂતિત્રિધાન જૈનધર્મ આ પ્રદેશ ઉપર સ્થિર થઈ ગયા હતા. સાતમી સદીના બે ગુર્જર રાજાઓને જૈનધર્મ પ્રત્યે અનુરાગ હતા તે તેના મળેલા દાનપત્રો ઉપરથી જાણી શકાય છે. ચાવડાવંશના સ્થાપક વનરાજ હતા. તેણે પણ જૈનધર્મીને પ્રાત્સાહન આપ્યું. રાજ તારમાણુના ગુરૂ હરિગુપ્તાચાર્યના પ્રશિષ્ય શિવચંદ્રના અનેક શિષ્યએ ગુજરાતમાં જૈનધર્મના પ્રચાર કર્યો અને અનેક જૈનમદિર બંધાવ્યા એવી કથા પ્રચલિત છે.
સાલકી રાજા ભીમના મત્રી વિમલશાહે અગિયારમી સદીમાં આખુ પહાડ ઉપર જે મ ંદિર બંધાવ્યું તે તેની શિલ્પ અને સ્થાપત્ય કલા માટે જગપ્રસિદ્ધ છે. તેણે ચન્દ્રાવતી નગરી વસાવી હતી. આ ઉપરથી રાજા ભીમને જૈનધર્મ પ્રત્યે કેટલી સહાનુભૂતિ હતી તે સ્પષ્ટ થાય છે. સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જૈનધર્મના એ સુવર્ણ યુગ હતા. તે સમયે હેમચંદ્રાચાય એ જૈનધર્મની જે સેવા કરી તેને પ્રભાવ હંમેશ માટે રહ્યો છે અને ગુજરાત જૈનધર્મનું એક બળવાન અને સમૃદ્ધ કેન્દ્ર બની ગયું. તેરમી સદીમાં વસ્તુપાલ અને તેજપાળ નામના શ્રેષ્ઠિ ખંધુએ આબુ પર સ ંગેમરમરનું સુંદર મંદિર કરાવ્યું તે પેાતાની ક્લાને માટે અદ્વિતીય છે.
શત્રુંજય અને ગિરનારના તીર્થક્ષેત્રાને અલંકૃત કરવા માટે અનેક શ્રષ્ટિએ અને રાજાઓએ દાન કર્યુ છે. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર ખારમી સદીમાં થયું હતું અને તેરમી સદીના અંતભાગમાં તેને જિર્ણોદ્ધાર કરવામાં આવ્યા હતા. અનેક ધર્મોનુયાયીએએ દાન આપીને આ મંદિરની સમૃદ્ધિ વધારી છે. તેરમી સદીમાં દાનવીર શેઠ જગડુશાહ થઇ ગયા તે કચ્છનાં હતા. તેમણે ગિરનાર અને શત્રુંજય પર્વતના સંધ કાઢયા હતા. તે ગરીમાને ખૂબ આર્થિક સહાય આપતા હતા. પેથડશાહ આ સમય દરમિયાન થયા હતા. પંદરમી સદીનેા સમય સેમસુન્દર યુગ કહેવાય છે. કારણુ આ સમય દરમ્યાન આચાય સામસુન્દરે જૈનધર્મના પ્રભાવ માટે જૈનાને ખૂબ જ પ્રાત્સાહિત કર્યા હતા. પંદરમી સદીમાં લાંકાશાહે સ્થાનકવાસી સંપ્રદાયની સ્થાપના કરી હતી. સેાળમી સદીમાં હીરવિજયસુર જેવી એક મહાન વિભૂતીના જન્મ પાલણપુરમાં થયા હતા. તેનેા પ્રભાવ અકબર બાદશાહ ઉપર ખૂબ પડચો હતા તેથી અકબરે જૈનધાર્મિક ઉત્સવેાના દિવસા દરમિયાન પહિંસાના નિષેધનું ફરમાન બહાર પાડયું હતું. સેાળમી સદી જેનેામાં હિરકયુગ” નામે સુપ્રસિદ્ધ છે.
રાજસ્થાનમાં જૈનધર્મીનું અસ્તિત્વ મૌર્ય કાળ પહેલા થયાનું મનાય છે. અજમેરની પાસેથી જે શિલાલેખ મલ્યે છે તે ભારતના સૌથી પ્રાચીન લેખ છે. તેમાં મહાવીર નિર્વાણુના ૮૦મા વર્ષના ઉલ્લેખ છે. આ પ્રમાણે ઈ. સ. પૂ. પાંચમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org