________________
જૈનધમ ના પરિચય
મહાવીરે પાતે પશ્ચિમ બંગાળ લાઢરાધ'માં ભ્રમણ કર્યું હતું ત્યાં તેમને લેકાએ બહુ હેરાન કર્યાં હતા. પ્રથમ આ પ્રદેશ અનાય પ્રદેશ તરીકે ગણાતા, પરંતુ મહાવીરના પ્રભાવ હેઠળ આવ્યા પછી આ પ્રદેશ આર્યદેશ મનાવા લાગ્યા, પ્રથમ ભદ્રબાહુના જન્મ કાટિવ --ઉત્તરબ‘ગાલમાં થયા હતા. ભદ્રબાહુના ચાર શિષ્યાએ ચાર શાખાઓની સ્થાપના કરી, તે શાખાઓના નામ ભુજંગાળના સ્થળા ઉપરથી એટલે કે કાટિવ, તામ્રલિપ્તિ, પૌદ્ભવ ની અને દાસી ખખડ રાખવામાં આવ્યા. ગુપ્તકાલીન (પાંચમા સૈકાના) એક તામ્રલેખ પૂર્વ બંગાળના પહાડપુરથી મત્સ્યેા છે તેમાં જિનમૂર્તિની પ્રતિષ્ઠાના ઉલ્લેખ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુએનસંગે લખ્યું છે કે બંગાળના વિભિન્ન ભાગમાં નિન્થ મેાટી સંખ્યામાં જાણીતા હતા. પાલવંશના રાજ્યકાળની નવમી અને દસમી શતાબ્દિ આસપાસની જૈનપ્રતિમાઓ મેાટી માટી સાંખ્યામાં ખેાકામમાંથી મળી આવી છે તેથી સ્પષ્ટ થાય છે કે આ સમય દરમિયાન જૈન વસ્તી આ પ્રદેશમાં ઘણી હરશે. પાલ રાજા પાતે બૌદ્ધધર્મી હતા પરંતુ ખીજા ધર્મ પ્રત્યે તે સહિષ્ણુ હતા. ત્યાર બાદ સેનવંશ દરમિયાન જૈનધર્મ લુપ્ત થવા લાગ્યા કારણ તેઓ ચુસ્ત બ્રાહ્મણવાદી હતા.
ઈ. સ. પૂ. પહેલી શતાબ્દીમાં ઉજ્જૈન અને મથુરામાં જૈન લેા જાણીતા હતા. ગભિલ્લું અને કાલકાચાની કથા ઉપરથી તે સ્પષ્ટ થાય છે. ગુપ્તકાલીન લેખને આધારે માલૂમ પડે છે કે ગિરિ-વિદિશા-માં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. મથુરામાંથી મળી આવેલી પુરાતત્ત્વની સામગ્રીમાંથી સ્પષ્ટ થાય છે કે ઈ. સ. પૂ. ખીજી સદીથી ઇ. સ.ની દસમી સદી સુધી આ પ્રદેશમાં જૈન ધનું મહત્ત્વનું કેન્દ્ર હતું. અહીં ના લેખામાં કુશાણુ રાજાને ઉલ્લેખ છે. ગુપ્ત રાજ્યકાળના પણ લેખ મલ્યા છે. હરિગુપ્તાચાર્ય ગુપ્તવંશના હતા અને તેએ તારમાણુ-છઠ્ઠી સદીના ગુરુ હતા. મથુરામાંના પ્રાચીન જૈન સ્તૂપેા કાઈ કાઈ વિદ્યાના મહાવીરના પહેલાના સમયના બતાવે છે. ગેમ કહેવાય છે કે આ સ્તૂપાની સ્થાપના સુપાર્શ્વનાથની સ્મૃતિમાં થઈ હતી અને તેના ઉદ્ધાર પાર્શ્વનાથના સમયમાં થયેા. જૈન સાહિત્યમાં મથુરાના પાંચ સ્તૂપોને ઉલ્લેખ મળે છે.
મથુરાની સાથેાસાથ વલભીમાં ચેાથી સદીના પ્રારભકાળમાં નાગાર્જુનીય— વાચના તેમજ ગુજરાતના ગિરનાર પર્વતની સાથે ધરસેનાચા અને પુષ્પદન્ત તથા ભૂતબલિના સંબંધથી માલુમ થાય છે કે આ પ્રદેશની સાથે જૈનધમ ના સંબધ ઇસ્વીસનની પહેલી શતાબ્દીથી હતા. કદાચ તેનાથી પહેલા પણ આ પ્રદેશ સાથે જૈનધર્મના સંબંધ હશે. નેમિનાથ ભગવાનની ચર્યાં અને મુક્તિ સૌરાષ્ટ્રમાં થઈ છે. વલભીની ખીજી અને અતિમ વાચનાથી સ્પષ્ટ થાય છે કે પાંચમી છઠ્ઠી સદીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org