________________
પરિશિષ્ટ ૧ સિદ્ધચક કે નવદેવતા : - જૈનધર્મના દરેક મંદિરમાં સિદ્ધચક્ર પૂજા માટે રાખવામાં આવે છે તે ઘણું જ માનીતું, તાંત્રિક યંત્ર છે. તેમાં પંચ પરમેષ્ઠિન અને ચાર મેક્ષ માટે જરૂરી તરો મળીને કુલ “નવપદ હેય છે. ચાંદીની કે પિત્તળની તાસકમાં પાંચ નાની આકૃતિઓ કરેલી હોય છે. આ પાંચ પરમેષ્ઠીમાં અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ હોય છે, અને ચાર તમાં ત્રિરત્ન અને તપ અર્થાત , સમ્યમ્ જ્ઞાન, સમ્યમ્ ચરિત્ર, સમ્યમ્ દર્શન અને સમ્યગ્ન તપ. શ્વેતામ્બર સંપ્રદાયમાં સિદ્ધચક્રની આકૃતિ ઘણી પ્રિય હોય છે તે સમગ્ર જૈન ધર્મના મુખ્ય પ્રાણુ છે. દિગમ્બર સંપ્રદાયમાં તેની પૂજા નવદેવતા તરીકે થાય છે. આ બંને સંપ્રદાયમાં નવપદની માન્યતા છે પરંતુ પંચ પરમેષ્ઠી સિવાયના ચાર પદ દિગમ્બરના મતે જિનમૂર્તિ અથવા ચૈત્ય, જિન-મંદિર એટલે ચૈત્યાલય, ધર્મચક્ર અને શ્રત એટલે તીર્થકરની વાણું છે.
શ્વેતામ્બર પ્રમાણે સિદ્ધચક્રની આકૃતિ પૂજા માટે આઠ કમલદલની કરવામાં આવે છે. તેમાં મધ્યમાં અહંતનું સ્થાન હોય છે. તેના ઉપર સિદ્ધતેની નીચે ઉપાધ્યાય, જમણી બાજુએ આચાર્ય અને ડાબી બાજુએ સાધુનું સ્થાન હોય છે. સિદ્ધ અને આચાર્યની વચમાં સમ્યફ દર્શન મૂકવામાં આવે છે. આચાર્ય અને ઉપાધ્યાયની વચમાં સમ્યક જ્ઞાનને મંત્ર, ઉપાધ્યાય અને સાધુની વચમાં સમ્યક ચરિત્રનો મંત્ર અને છેલ્લે સાધુ અને સિદ્ધની વચમાં સમ્યફ તપને નમસ્કાર મંત્ર મૂકવામાં આવે છે. પૂજા માટેના આ મંત્રોનું માનવાકાર સ્વરૂપ હેતું નથી. અહત અને સિદ્ધની આકૃતિ પદ્માસનમાં ધ્યાનમુદ્રામાં હોય છે. બાકીના ત્રણ પરમેષ્ઠીનું માત્ર પદ્માસનમાં હોય છે, પરંતુ તેમને ડાબો હાથ ખોળામાં અને જમણા હાથમાં વ્યાખ્યાન મુદ્રા હોય છે અને મુખ ઉપર મુહપત્તિ (મુખપટ્ટિકા) ધારણ કરે છે.
તાંત્રિક પૂજા માટે પાંચ પરમેષ્ઠિનને વર્ણમાં ફરક હોય છે જેમકે અહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અનુક્રમે શ્વેત, રક્ત, પીત, નીલ અને શ્યામ વર્ણના હેાય છે. નવપદમાંના બાકીને ચાર વર્ણ ધ્યાન ધરવા માટે સફેદ કહે છે. દિગમ્બર તંત્રમાં બે પ્રકારના સિદ્ધચક્ર હોય છે તે લઘુસિહચક અને બૃહત સિદ્ધચક્ર તરીકે જાણીતાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org