________________
અન્ય જૈનદેવતાએ
૧૧૩ પાછળથી તેને પુનઃજીવિત કર્યો. બીજી કથા પ્રમાણે શિવના કપાયેલા એક વાળમાંથી એક ક્રોધી રાક્ષસ પેદા થયો અને તેણે દક્ષને શિરછેદ કર્યો અને તેની ડોક ઉપર બકરાનું માથું મૂકયું.
૨. ક્ષેત્રપાલ વેતાંબર ગ્રંથમાં ક્ષેત્રપાલના સ્વરૂપના બે વર્ણન જોવા મળે છે. એક વર્ણનમાંથી આપણે જાણી શકીએ છીએ કે આયુધેયક્ત તેને વીસ હાથ હેય છે. સાથે જ હોય છે. ઉપવીત તરીકે સર્પ હોય છે અને તે કુતરાની સવારી કરે છે. તે આનંદ અને બીજા ભરોથી વીંટળાયેલા હોય છે, તેમજ તેની સાથે ચેસઠ ગિણીઓ હોય છે. બીજાં વર્ણન પ્રમાણે તેને છ હાથ હોય છે. તેમાં મુદ્દગર, પાશ, ડમરૂ, ધનુષ, અંકુશ અને ગેડિકા હોય છે.
આ દેવતાની કેટલીક મૂર્તિઓ મળી આવી છે. ક્ષેત્રપાલ ભૈરવ છે અને તે ગિણીઓને અધિપતિ છે. તેનું નામ પ્રમાણે તેનું કાર્ય ખેતરોનું રક્ષણ કરવાનું છે, તેથી તેની પાસે કૂતરો હોય છે જે ખેતરની સંભાળ રાખે છે અને તેના માલિકને કોઈ પણ આક્રમકોની સામે રક્ષણ આપે છે. બ્રાહ્મણધર્મના ભેરવો જેવાં કે કાલભૈરવ અને બટુકભૈરવ હંમેશ કૂતરાની સાથે સંકળાયેલા છે. ટૂંકમાં, ક્ષેત્રપાળને બટુકભૈરવ સાથે સંબંધ જૈન ગ્રંથોમાં બતાવેલ છે. દીપાવ ગ્રંથમાં ક્ષેત્રપાલનું વર્ણન ઉપર આપેલાં વર્ણન કરતાં કાંઈક જુદું છે. દીપાવના અ. ૨૪ : લે. ૩૦-૩૧-૩૨માં ક્ષેત્રપાળનું સ્વરૂપ આ પ્રમાણે આપેલું છે?
ક્ષેત્રપાળનું સ્વરૂપ મહાકાય કરવામાં આવે છે. તે ઊંચા કેશવાળા, શ્યામવર્ણના હોય છે. તેને ત્રણ પીળી (પિંગલ) આંખ હોય છે. પગમાં પાદુકા પહેરેલા ક્ષેત્રપાળ નગ્ન અને વિકૃત દાંતવાળા કરવામાં આવે છે. તેના છ હાથમાંના ડાબા હાથમાં મુગર, પાશ અને ડમરૂ તેમજ જમણા હાથમાં ચાપ, અંકુશ અને દંડ હોય છે. તે જિનપ્રભુની દક્ષિણ-જમણી બાજુ કે ઈશાન તરફ કે દક્ષિણાભિમુખે તેની સ્થાપના કરવામાં આવે છે. આ ઉપરાંત બીજુ વર્ણન ક્ષેત્રપાલનું છે તેમાં તે નગ્ન હોય છે. તેમનું સ્વરૂપ ઘંટાથી શોભતું, કરવત અને ડમરૂ જમણું બે હાથમાં તથા ડાબા હાથમાં ત્રિશલ અને પરીનું પાત્ર ધારણ કરે છે અને તેનું યજ્ઞોપવીત મુંડમાલાનું કરવામાં આવે છે.
૩. ગણેશ : ગણપતિની મૂર્તિઓમાં તેના હાથની સંખ્યા જુદી જુદી હોય છે જેમકે બે, ચાર, છ, નવ, અઢારથી એક આઠ સુધીની. આચાર દિનકરના વર્ણન પ્રમાણે ગણપતિ બંદર હોય છે અને તેના હાથમાં પરશુ, વરદ, મોદક અને અભય હોય છે. તેનું વાહન મૂષક કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org