________________
પ્રકરણ ૮
અન્ય જૈનદેવતાઓ
કેટલાંક દેવતાઓને સમાવેશ કાઈપણ વર્ગીમાં થઈ શકે તેમ નથી પરંતુ, જૈન મંદિરમાં અને ખડક શિલ્પામાં તેઓએ સ્થાન મેળવેલું હેાઈને આ પ્રકરણમાં ખીન્ન જૈન દેવતાઓનું વન કરવાનું ધાર્યું છે. નૈગમેષ અથવા નમેશે અને શાન્તિદેવીનું મૂળ બ્રાહ્મણુ ધનું જણાય છે. આ દેવે! જૈનધર્મમાં છે પરંતુ તે રૂપાંતરિત થયેલા જણાય છે. જૈનધર્મીના મુખ્ય સિદ્ધાંત અહિંસાને પાછળથી બૌદ્ધધર્મ એ અપનાવ્યા અને તેની સાથેાસાથ તંત્રની ગૌણુ દેવીઓને પણુ સ્વીકારી, બ્રાહ્મણધમાં સૌ પ્રથમ પૂજન ગણેશ અને લક્ષ્મીનું થાય એવા રિવાજ છે તેવી રીતે જૈને વ્યાપારી વ` સાથે આ દેવાને અગત્ય અને માન
આપે છે.
૧. હરણેગમેષી અથવા નૈગમેષઃ જૈન કલામાં તેને પુરુષ તરીકે કંડારવામાં આવે છે. તેનું મસ્તક મેષ કે રિણનું હાય છે. તે ઇન્દ્રના અનુચર છે. મથુરાના પ્રાચીન શિલ્પામાં આ દેવની આકૃતિ મળી આવી છે. તેમાં આ દેવનુ મસ્તક મેષનું છે.
આ દેવનાં વિવિધ નામેા કલ્પસૂત્ર, નેમિનાથરિત અને અંતગડદસાઓમાં મળી આવે છે. તે મુખ્યત્વે ઇન્દ્રના પાયળના સેનાપતિ છે. ઈન્દ્રના હુકમથી તેણે મહાવીરનેા ગર્ભ બ્રાહ્મણી દેવનન્દાના શરીરમાંથી ક્ષત્રિયાણી ત્રિશલાના શરીરમાં મૂકયો હતા, તેથી તેને સંતાન જન્મનું વરદાન આપવાની શક્તિ પ્રાપ્ત થઈ. પાછળના સાહિત્યમાં તેથી તે બાળકાનાં જન્મ સાથે સંકળાયેલા દેવ ગણાય છે. તેના બે સ્વરૂપ છે એક ઉપકારક અને ખીજું અપકારક,
આ દેવના સ્વરૂપને ખ્યાલ મૌલિક જણાતા નથી. આ દેવની સાથે ત્રણ વિચારા સંકળાયેલા છે. હિરણ્મુખ, અજમુખ અને જન્મ આપવાની શક્તિ. તેથી એમ માની શકાય કે પુરાણના દક્ષ પ્રજાપતિમાંથી આ દેવની કલ્પના કરવામાં આવી હાય! પ્રજાપતિ તરીકે ઉત્પત્તિ અને જન્મેાના કાર્યો સાથે મૂળભૂત રીતે સંકળાયેલાં હાય, બ્રાહ્મણુધના પુરાણામાં શિવને એક પ્રસંગ ટાંકેલેા છે, કે પેાતાની પત્ની સતીના આત્મબલિદાનથી ખૂબ ગુસ્સે થઈને ક્ષ કે જેણે મૃગનુ સ્વરૂપ લીધું હતું તેનેા પીછા કર્યા અને આખરે તેના શિરચ્છેદ કર્યો. શિવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org