________________
મૃતદેવીએ અને વિદ્યાદેવીએ
૧૧૧ કમંડલું, તલવાર અને ઢાલ રાખે છે. દિગંબર ગ્રંથકારે આ વિદ્યાદેવીને હંસવાહિની કહે છે અને તેના હાથમાં અક્ષસૂત્ર, વરદમુદ્રા, અંકુશ અને માળા હોય છે.
આ વિદ્યાદેવીને ખ્યાલ વાગીશ્વરીના વિચારમાંથી ઉદ્ભવેલે જણાય છે. તેને તલવારનું પ્રતીક જિન શાન્તિનાથની દિગંબર યક્ષિણી નિર્વાણી સાથે અનુરૂપ છે. તેના હાથમાંના પ્રતીકે પુસ્તક, કમંડલુ અને પદ્મ તેની પ્રકૃતિ યક્ષિણી કરતાં વિદ્યાદેવી સાથે વધુ બંધબેસતા આવે છે. મૃતદેવી મહામાનસીને દિગંબર સંપ્રદાય પ્રમાણેને ખ્યાલ યક્ષિણ કે વિદ્યાદેવી પ્રમાણે તેના પ્રતીક જેવાં કે મયુર, હંસ, અક્ષસૂત્ર વગેરે વિદ્યાદેવી તરીકે વધુ યોગ્ય જણાયાં છે.
વિદ્યાદેવીઓની સ્વતંત્ર પ્રતિમાઓ જૈન મંદિરમાં પૂજતી હોવાનું જાણમાં નથી. પણ જૈનમંદિરનાં રંગમંડપનાં ગળગુંબજના દરેક સ્તંભ ઉપર એક એક વિદ્યાદેવીને તેના આયુધ અને વાહને સાથે મૂકેલી જોવામાં આવે છે. એમાં પ્રત્યેક દેવી ઊભી, શરીર ઉપર સુંદર અલ કારયુક્ત તેમજ વસ્ત્રોથી શોભતી અને તેના વાહન સાથે કલાયુક્ત શિલ્પ અને સૌષ્ઠવસહિત શાસ્ત્રીય રીતે બનાવેલી નજરે પડે છે. ટૂંકમાં વિદ્યાદેવીઓની સેવ્યપ્રતિમાઓ મળતી નથી તો શંગારમતિઓમાંથી તેનાં સ્વરૂપ મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org