________________
૧૦૮
જૈન મૂર્તિવિધાન વાહન વિદ્યાદેવીને મૂળ સંબંધ યમની પત્ની સાથે બતાવે છે. યમ હંમેશ મહિષની પીઠ ઉપર સ્વારી કરે છે.
૭. કાલી : આ વિદ્યાદેવીની દિગંબર પ્રમાણેની મૂર્તિ મૃગ ઉપર સ્વારી કરે છે. વેતાંબર કાલીનાં બે સ્વરૂપે આપે છે તે કમળ ઉપર બિરાજે છે તેને વર્ણ શ્યામ છે. આચારદિનકર તેને બે હાથમાં ગદા અને વરદ હોવાની નોંધ કરે છે. અથવા જે ચાર હાથ હોય તો તેમાં અક્ષસૂત્ર, ગદા, વજ અને અભય હેવાનું જણાવે છે. દિગંબર ગ્રંથકારોના મતે તેના બે હાથમાં દંડ તથા ખડ્રગ હોય છે. અભિનંદન તીર્થકરની શ્વેતાંબર પ્રમાણેની યક્ષિણે કાલિકાના નામ અને અમુક પ્રતીકે સાથે આ વિદ્યાદેવીને સામ્ય છે. દિગંબર દેવીને પણ સુપાર્શ્વનાથની આ જ સંપ્રદાયની યક્ષિણી (કાલી) સાથે પણ સામ્ય છે. અને તેની વાયુની પત્નીના ખ્યાલમાંથી તેની રચના થઈ હોય એમ જણાય છે કારણ આ બંનેમાં હરણ વાહન છે તેથી એ કકસ અનુમાન થઈ શકે છે.
૮. મહાકાલી : વેતાંબર પ્રમાણે આ દેવીને બે પ્રકારનાં વર્ણન મળે છે. એક પ્રમાણે તેનું નરવાહન છે આ ચાર દિનકર પ્રમાણે તે હાથમાં ફળ, અક્ષસૂત્ર, ઘંટા અને વરદમુદ્રા ધારણ કરે છે. બીજા પ્રકારમાં પણ તેનું નરવાહન છે અને તેના હાથમાં અક્ષસૂત્ર, વજ, અભયમુદ્રા અને ઘંટા હોય છે. તેને વર્ણ તમાલવૃક્ષ સમાન કાંતિવાળે છે. મહાકાલીન દિગંબર સ્વરૂપ પ્રમાણે તે શબ ઉપર ઊભેલી હોય છે, અર્થાત તેનું વાહન શબ કહેવાય છે. અને હાથમાં ધનુષ, ખગ, ફળ અને ચક્ર ધારણ કરે છે.
જૈન મૂર્તિ શાસ્ત્રમાં મહાકાલી નામની યક્ષિણી વેતાંબર સંપ્રદાય પ્રમાણે સુમતિનાથની અને દિગંબર પ્રમાણે સુવિધિનાથની મહાકાલી છે વિદ્યા દેવી મહાકાલીમાં બ્રાહ્મણધર્મની કાલીને સ્વભાવ અને ગુણ વધારે જોવામાં આવે છે. આ યક્ષિણી સાથે ગુણમાં સામ્ય નથી. તલવાર, ઘંટા, અક્ષસૂત્ર વગેરે પ્રતીકે તાંત્રિક લક્ષણે જેવાં છે. કાલીનું સાચું નિશાન દેવીના પગ આગળ રહેલું શબ છે. દિગંબર સંપ્રદાયના ગ્રંથો જણાવે છે કે આ દેવી તેના ભકતોને સમાધિ આપે છે.
૯. ગૌરી શ્વેતાંબર પ્રમાણે ગૌરીનું ગોધા (ઘે) આસન હોય છે. તેને વર્ણ સુવર્ણ સમાન કાંતિવાળો છે તેને ચાર હાથ કરવામાં આવે છે તેમાં તે વરદ, મુસલ, અક્ષસૂત્ર અને કમળ ધારણ કરે છે. દિગંબર પ્રમાણે ગૌરીનું ગેધાસન હોય છે અને તેના બે હાથમાં માત્ર કમળ ધારણ કરે છે. શ્રેયાંસનાથની દિગંબર પ્રમાણે યક્ષિણી ગૌરી છે તેનાં કેટલાક પ્રતીકે જેવાંકે કમળ, વરદ આ વિદ્યાદેવીના જેમ જ છે. ગોધાસન બ્રાહ્મણ ધર્મની ગૌરી કે દુર્ગા સાથે પૌરાણિક રીતે સંકળાયેલું છે. ગોધાસન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org