________________
મૃતદેવીએ અને વિદ્યાદેવીએ આ વિદ્યાદેવીના હાથમાં માત્ર શૃંખલા જ હોય છે. આ ચાર દિનકર પ્રમાણે તેને બે હાથ છે તેમાં તે ગદા અને શક્તિ મૂકે છે.
અભિનન્દન તીર્થંકરની યક્ષિણીનું નામ પણ વજેશંખલા છે છતાં પણ બંને દેવીઓમાં સામ્ય જણાતું નથી. વિદ્યાદેવી વાખલાની જેમ શ્વેતાંબર પ્રમાણે યક્ષિણીનું આસન કમળ છે. દિગંબર ગ્રંથ પ્રમાણે વજેશંખલા વિદ્યાદેવી તેના પૂજકોને શુભાશિષ અને સારી ટેવો આપે છે.
૪. વકુશા : શ્વેતાંબર સંપ્રદાયના ગ્રંથમાં વકુશા વિદ્યાદેવીના બે સ્વરૂપે જણાય છે. તેને વર્ણ સુવર્ણ સમાન છે. એકમાં તે ગજસ્વાર છે. આચાર દિનકર પ્રમાણે તેના હાથમાં તલવાર, વજ, ઢાલ અને ભાલે ધારણ કરે છે. અને બીજાં સ્વરૂપમાં પણ તે ગજસ્વાર હોય છે પરંતુ તેના હાથમાં વરદમુદ્રા, વજ, માતુલુંગ અને અંકુશ હોય છે. દિગંબર ગ્રંથકારે તેનું વાહન પુષ્પયન (પુષ્પકવિમાન) કહે છે અને તેના હાથમાં અંકુશ અને વીણા આપે છે. આ વિદ્યાદેવીના વર્ણન પ્રમાણે કવેતાંબર સંપ્રદાયમાં અનન્તનાથની યક્ષિણીનું નામ અંકુશા સાથે સામ્ય જણાય છે. તેમાં કેટલાંક પ્રતીકે કવેતાંબરનાં અને કેટલાંક દિગબરના પ્રતીક છે. જેમકે તલવાર, ભાલે, અંકુશ, વગેરે યક્ષિણને–મળતા આવે છે. હાથીનું પ્રતીક, વજંકુશા નામ એમ માનવાને પ્રેરે છે કે આ વિદ્યાદેવીને અને ઈન્દ્રને કાંઈક સંબંધ હશે. દિગંબરાએ તેના હાથમાં વીણા આપેલી છે જે માત્ર સરસ્વતીનું પ્રતીક બતાવે છે.
૫. અપ્રતિચકા અથવા જબુનદા: વેતામ્બર સંપ્રદાય પ્રમાણે અપ્રતિચકા વિદ્યાદેવીનું વાહન ગરુડ છે અને તેના ચારે હાથમાં ચક્ર હોય છે. દિગમ્બર તેને જંબુનદા તરીકે ઓળખે છે અને તેને મરવાહન આપે છે અને તેના હાથમાં ખડ્રગ અને ભાલે હોય છે.
અપ્રતિચકા નામ અને પ્રતીક પ્રમાણે ઋષભનાથની યક્ષિણ ચક્રેશ્વરી સાથે સામ્ય ધરાવે છે. આ વિદ્યાદેવીને વિષ્ણુની પત્ની વૈષ્ણવી સાથે સંબંધ હોય તેમ લાગે છે જયારે જંબુનદીને કાર્તિકેયની પત્ની કૌમારી સાથેનો સંબંધ દેખાય છે. તે બંનેમાં મયુર અને ભાલે સરખા જણાય છે.
૬. પુરૂષદત્તા : શ્વેતાંબર ગ્રંથમાં વિદ્યાદેવી પુરુષદત્તાનાં બે સ્વરૂપ બતાવેલાં છે. આચાર દિનકર પ્રમાણે તેને બે હાથ હોય છે તેમાં ઢાલ અને તલવાર ધારણ કરે છે. બીજા સ્વરૂપમાં તેને વર્ણ સુવર્ણ જેવો છે. તેને ચાર હાથ હોય છે તેમાં તે વરદ, તલવાર, બિજેવું અને ઢાલ રાખે છે. તે મહિષ ઉપર સ્વારી કરે છે. દિગંબરો પ્રમાણે તેના હાથમાં વજ અને કમળ હોય છે અને તે મયૂરની સ્વારી કરે છે. સુમતિનાથ તીર્થકરના યક્ષ તું બુરૂના યક્ષિણી પત્ની પુરુષદત્તાનું વર્ણન આ પ્રકારનું છે. મહિષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org