________________
૧૦૬
જૈમૂર્તિવિધાન વેતાંબર ગ્રંથે પ્રમાણે શ્રુતદેવી-વિદ્યાની દેવી દિકપાલ બ્રહ્માની પત્ની સાથે સામ્ય ધરાવે છે. જેમકે વીણુ, પુસ્તક અને અક્ષસૂત્ર સામાન્ય રીતે બંને પ્રકારની પ્રતિમામાં જણાય છે. બ્રહ્માના લક્ષણોમાં તેમનું વાહન હંસ મુખ્ય છે. દિગંબરેએ સરસ્વતીની બાબતમાં હંસવાહનને સ્થાને મયૂર વાહન આપેલું છે. સરસ્વતી બ્રાહ્મણધર્મ પ્રમાણે નદીની દેવી પણ છે. સરસ્વતી દેવીને વિશાળ જૈન સાહિત્યની અધિષ્ઠાતા દેવી ગણવામાં આવે છે.
૧. રેહિણી વિદ્યાદેવી જેનેના બંને સંપ્રદાયે પ્રમાણે આ દેવીનું વર્ણન જુદું પડે છે. વેતામ્બર પ્રમાણે તેનું વાહન ગાય છે, અને તેના હાથમાં શંખ, અક્ષસૂત્ર, ધનુષ અને બાણ ધારણ કરે છે. જ્યારે દિગંબર પ્રમાણે તેના હાથમાં કુંભ, શંખ, કમળ અને ફળ હોય છે.
દિગંબર સંપ્રદાયની ઘણુ યક્ષિણ અને વિદ્યાદેવીઓનાં નામ સરખાં જણાય છે તેવી જ રીતે અજિતનાથના યક્ષ મહાયક્ષની પત્નીનું નામ રોહિણી છે. વેતાંબર ગ્રંથો પ્રમાણે રોહિણી સંગીતકલાની અધિષ્ઠાત્રી છે. દિગંબર માને છે કે આ વિદ્યાદેવી રેહિણની પૂજા કરવાથી ભક્ત સાચી દષ્ટિ (સમ્યગ દષ્ટિ) પામે છે.
૨. પ્રજ્ઞતિઃ શ્વેતાંબર પ્રમાણે પ્રજ્ઞપ્તિનું વાહન મયૂર છે. તેને વર્ણ શ્વેત છે. આચાર દિનકર પ્રમાણે તેને બે હાથ છે તેમાં તે કમળ અને શક્તિ ધારણ કરે છે. જ્યારે તાંબરના નિર્વાણકાલિકા ગ્રંથ પ્રમાણે તેના હાથમાં વરદ, શક્તિ, માતુલિંગ અને શક્તિ છે. દિગંબર ગ્રંથકારો પ્રજ્ઞપ્તિની મૂર્તિના હાથમાં તલવાર અને ચક્ર હોવાનું કહે છે.
સંભવનાથ તીર્થકરની દિગંબર સંપ્રદાય પ્રમાણેની યક્ષિણીના નામ સાથે આ પ્રજ્ઞપ્તિના નામનું સામ્ય છે, તેથી એમ જણાય છે કે આ પ્રજ્ઞપ્તિએ યક્ષિણી પ્રજ્ઞપ્તિના પતિ યક્ષ ત્રિમુખ પાસેથી મયૂર વાહન અપનાવેલું હાય! વિદ્યાદેવીનું લક્ષણ પદ્મ અને મયૂર હોય છે. પ્રકૃતિ એટલે પ્રજ્ઞા = બુદ્ધિ અર્થાત્ સરસ્વતી, તેથી આ વિદ્યાદેવી પ્રજ્ઞપ્તિના નામે ઓળખાય છે.
. શંખલા : કવેતાંબર ગ્રંથે પ્રમાણે વિદ્યાદેવી વજાશંખલાના બે સ્વરૂપે જાણીતાં છે. એક સ્વરૂપ પ્રમાણે તે કમલાસન ઉપર બિરાજે છે તેને વર્ણ શંખ જેવો છે. તે હાથમાં શંખલા અને ગદા ધારણ કરે છે. બીજા સ્વરૂપ પ્રમાણે તે આસન કમળ ઉપર બેઠેલી હોય છે. પણ તેને ચાર હાથ હોય છે તેમાં વરદમુદ્રા, શંખલા, કમળ અને શંખલા ધારણ કરે છે. દિગંબર ગ્રંથ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org