________________
પ્રકરણ-૭ મૃતદેવીઓ અને વિદ્યાદેવીઓ જેને મૂર્તિ શાસ્ત્રમાં દેવ અંગેની જે કંઈ વિભાવનાઓ જોવા મળે છે તેમાં એક પણ વિભાવના મૌલિક નથી જણાતી, પરંતુ વિદ્યાદેવીઓની ક૯પના જૈનધર્મમાં મૌલિક છે. વિદ્યાદેવીઓની સંખ્યા સોળ છે. ભારતના કોઈપણ ધર્મોમાં વિદ્યાદેવીએની વિપુલ સંખ્યા નથી. જૈનધર્મના બંને સંપ્રદાયે સેળ વિદ્યાદેવીઓને સ્વીકાર કરે છે. પરંતુ એક મૃતદેવી અથવા સરસ્વતી તે બ્રાહમણુધર્મની વિદ્યાદેવીઓને મળતી આવે છે. આ મૃતદેવી–સરસ્વતી સાથે વિદ્યાદેવીની અધિષ્ઠાતા દેવી છે અને તેની પૂજ સોળ ગૌણ વિદ્યાદેવીઓ પહેલાં થાય છે. સરસ્વતીનું નામ “મૃતદેવી” છે. “કૃતિની દેવી” અર્થાત વેદોની દેવી. વેદો સાંભળીને (શ્ર-ધાતુ) સચવાયેલાં. આ નામ પાછળ રહસ્ય રહેલું છે. જૈન ગ્રંથો પ્રમાણે મૃતદેવીનું વર્ણન બ્રહ્માની પત્ની બ્રાહ્મણની સાથે મળતું આવે છે. બ્રહ્માના પિતાના હાથમાં શાસ્ત્રીય ગ્રંથે અથવા વેદ હોય છે. બ્રાહ્મણોની જેમ જેને કાર્તિક માસની શુકલ પંચમીએ સરસ્વતીની ખાસ પૂજા કરે છે. આ દિવસને જ્ઞાનપંચમી તરીકે જેને ઓળખે છે. આ દિવસે ભકત ઉપવાસ કરે છે અને શાસ્ત્રના ગ્રંથની પૂજા કરે છે. બીજી સોળ વિદ્યાદેવીએ અંગેનો ખ્યાલ તેમના નામ અને પ્રતીકથી જોવામાં આવે તે તેઓનું સામ્ય જૈન યક્ષિણીઓ સાથે વધુ જણાય છે. તેથી એમ અનુમાન કરી શકાય કે વિદ્યાદેવીઓનો વિચાર યક્ષિણીઓમાંથી ઉદ્ભવ્યો હશે. યક્ષિણીએ જૈનધર્મના તીર્થકરે સાથે પુરાણોમાં અને વિધિવિધાનમાં સંકળાયેલી છે. સોળ વિદ્યાદેવીઓ પ્રથમ દષ્ટિએ સેળ કળા અને વિજ્ઞાનની દેવી તરીકે જણાય છે. પરંતુ જૈનધર્મના ગ્રંથ બીજે જ વિચાર રજૂ કરે છે, કે તેમની પૂજાથી ભક્ત જ્ઞાન, ચારિત્ર, યત્ન અને અનેક પ્રકારના માનસિક ગુણો મેળવે છે. ખરું જોતાં આ ગુણે બધા જ શિક્ષણના પાયામાં હોય છે પછી તે સાહિત્ય હેય, કલા હોય કે વિજ્ઞાન હોય !
સરરવતી અથવા મૃતદેવી શ્વેતાંબર પ્રમાણે આ દેવીનું વાહન હંસ છે. તેને ચાર હાથ છે. તેમાં તે કમળ, વરદ, પુસ્તક અને અક્ષસૂત્ર ધારણ કરે છે. દિગમ્બર ગ્રંથે સરસ્વતીને મયૂરનું વાહન આપે છે. મૃતદેવીની ઘણી મૂર્તિઓ મળેલી છે. તેમાં પુસ્તક, કમળ અથવા હંસના પ્રતીકે ધ્યાન ખેંચે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org