________________
જૈનમૂતિ વિધાન
૭. શનિ : શ્વેતાંબર પ્રમાણે શનિનું વાહન કૂર્મ છે અને તેના હાથમાં પરશુ ધારણ કરે છે. તે પશ્ચિમ દિશાના અધિષ્ઠાતા દેવ છે. દિગંબર વધુમાં તેના હાથમાં ત્રિસૂત્ર (ઉપવીત) આપે છે, તેના વાહનમાં જુદા જુદા ગ્રંથકારો જુદો જુદો મત દર્શાવે છે. અભિલષિતા ચિન્તામણિમાં તેને ગીધ ઉપર બેઠેલા જણાવે છે જયારે રૂપમંડનકાર તેને પાડા ઉપર બેઠેલા કહે છે. અંશુમભેદાગમ પદ્મ ઉપર બેઠા ઢાવાનું સૂચન કરે છે અને શ્રીતતત્ત્વનિધિકાર તેને આઠ ગીધ જોડેલા રથમાં બેઠેલા જણાવીને તેના ચાર હાથમાં બાણુ, તલવાર, ધનુષ અને અભય હેાવાનું જણાવે છે,
૧૦૪
૮. રાહુ : શ્વેતાંબર પ્રમાણે રાહુ સિ ંહુસ્વાર છે. તેના હાથમાં પશુ ધારણ કરે છે. તે નૈઋત્ય દિશાના અધિષ્ઠાતા દેવ છે. દિગંબર પ્રમાણે રાહુનું પ્રતીક ધ્વજ છે. શ્રીતત્ત્વનિધિકાર તેને સિંહ ોડેલા રથમાં બેઠેલા વર્ણવે છે. તેનું મુખ ભયંકર હાય છે. સામાન્ય રીતે નવગ્રહમંડળમાં રાહુનું માત્ર માથુ જ કાતરેલું હૈ!ય છે તેથી તેનાં આયુધા વગેરે જણાતાં નથી.
૯, કેતુ - શ્વેતાંબર કેતુને સપ` દેવ તરીકે ગણે છે. તે નાગ ઉપર સવારી કરે છે. અને તેનાં પ્રતીકામાં પણુ નાગ ધારણ કરે છે. તે કોઈ પણ દિશાના અધિષ્ઠાતા દેવ નથી. હિ ંદુધર્મીમાં છળકપટથી દેવમ`ડળમાં અમૃત પીતાં રાહુને! વિષ્ણુએ ચક્રથી વધ કર્યો, આથી માથાને ભાગ તે રાહુ અને ધડને! ભાગ કેતુ કહેવાયા, અભિલક્ષિતા ચિન્તામણી પ્રમાણે કેતુના પેટ નીચેના ભાગ સર્પપુચ્છ જેવે હાય છે. શ્રીતત્ત્વનિધિ તેને કબૂતર જોડેલા રથમાં બેસાડે છે. જ્યારે વિષ્ણુધર્મોત્તકાર તેને દસ ધેડાના રથ જણાવે છે.
ટુંકમાં નવ ગ્રહના સ્વરૂપે માથે કિરીટ મુકુટવાળા અને શરીરના સ આભૂષણાથી શાભતા કરવા, જૈન સંપ્રદાયમાં ગ્રહેાનુ મૂર્તિવિધાન, હિંદુમૂર્તિ વિધાનને લગભગ મળતું આવે છે. જૈનમ દિામાં કેટલીક વખત સ્મૃતિ નીચેના પાદપીઠમાં નવે ગ્રહ કાતરેલા મળે છે. આ સિવાય મંદિરનાં શિલ્પા અને દ્વાર ઉપર પણુ નવગ્રહેા કંડારેલા મળી આવે છે. પણ નવ ગ્રહેાની સ્વતંત્ર પ્રતિમા (સૂર્ય' સિવાય) જોવામાં આવતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org