________________
જૈન સંપ્રદાયના ચહે
૧૦૩ ગ્રંથમાં તે શિલ્પરત્નના કે નવગ્રહના વિધાન માટે શબ્દેશબ્દ લીધેલા હેય તેમ જણાય છે.
૩. મંગળ : શ્વેતાંબર ગ્રંથે પ્રમાણે મંગળ ગ્રહની મૂર્તિ જમીન ઉપર ઊભેલી કરવામાં આવે છે. આચારદિનકર તેના હાથમાં કુહાડો આપે છે. બીજા પ્રકારની મૂર્તિ શિલ્પરત્નાકર પ્રમાણે તેને ચાર હાથ હોય છે. તેમાં વરદ, શક્તિ, ત્રિશળ અને ગદા હોય છે. આ વર્ણન સાથે નિર્વાણકલિકાકાર સંમત થાય છે. તે ભૂમિપુત્ર તરીકે જાણીતો છે તે દક્ષિણ દિશાને અધિષ્ઠાતા દેવ છે. દિગંબર ગ્રંથ પ્રમાણે આ ગ્રહને હાથમાં માત્ર ભાલે હોય છે. આ રીતે મંગળ માટે બે પ્રકારનાં વર્ણને મળે છે. તેનાં વાહન માટે પણ મત જુદાં પડે છે. વિષ્ણુધર્મોત્તરકાર આઠ ધેડા જોડેલા સેનાના રથમાં તેને બેસાડે છે. જ્યારે શ્રીતત્તનિધિકાર અઠ બકરાં જડેલાં રથમાં બેઠેલાં જણાવે છે.
૪. બુધઃ બુધની મૂર્તિ માટે શ્વેતાંબર ગ્રંથ બે પ્રકાર બતાવે છે. એક પ્રકારમાં બુધને હંસવાહન હોય છે અને તેને હાથમાં પુસ્તક ધારણ કરે છે. બીજા પ્રકાર પ્રમાણે તેનું વાહન સિંહ છે અને તેના હાથમાં ખગ, શલ, ગદા અને વરદ હોય છે. આચારદિનકર બુધને ચંદ્રના પુત્ર તરીકે ઓળખાવે છે અને ઉત્તર દિશાના અધિપતિ જણાવે છે. દિગંબરે આ ગ્રહના લક્ષણમાં માત્ર પુસ્તક તેના હાથમાં હેવાનું જણાવે છે. બાકીનું વર્ણન હિંદુસૂતિ વિધાનને અનુરૂપ છે.
૫. બહપતિ શ્વેતાંબર ગ્રંથે પ્રમાણે આ દેવોના જુદા હેવાલ મળે છે. એક પ્રકારમાં હંસવાહન અને હાથમાં પુસ્તક હોય છે. બીજા પ્રકારમાં તેને ચાર હાથ હોય છે અને તેના હાથમાં અક્ષસૂત્ર, દંડ, કમંડલુ અને વરદ ધારણ કરે છે. તેને ઇશાન કોણને અધિષ્ઠાતા દેવ તરીકે આચાર દિનકરકાર જણાવે છે. દિગંબર પ્રમાણે બપતિ કમળ ઉપર બિરાજે છે અને તેના હાથમાં પુસ્તક, કમંડળ, અક્ષમૂત્ર અને કમળ હોય છે. તેઓ દેના પુરોહિત અથવા ગુરૂ હોવાથી તેમને કેવળ ગુરૂથી પણ ઓળખવામાં આવે છે.
૬. શુક : વેતાંબર ગ્રંથો પ્રમાણે તેનું વાહન સપ છે અને તેનું પ્રતીક કુંભ છે. તે દૈત્યાના આચાર્ય તરીકે જાણીતા છે અને અગ્નિ કણના પ્રદેશના અધિષ્ઠાતા દેવ છે. દિગંબર શાસ્ત્ર પ્રમાણે તેને ચાર હાથ હોય છે તેમાં તે સત્ર, સર્પ, પાશ અને અક્ષસૂત્ર ધારણ કરે છે. પ્રતિષ્ઠાસારોદ્ધાર પણ તે જ મત ધરાવે છે. આચાર દિનકર પણ શુકના સર્ષવાહન અને તેને હાથમાં કુંભ આપવા સાથે સંમત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org