________________
પ્રકરણ ૬
જૈન સંપ્રદાયમાં ગ્રહ પ્રાચીન બ્રાહ્મણધર્મની પ્રણાલીને અનુસરીને ગ્રહની પદ્ધતિને મૂર્તિ સ્વરૂપે જેનેએ આલેખ્યાં. તેમાંથી એક પ્રકાર દેવને ઊભો થયે તે જ્યોતિષ્ક દે તરીકે જાણીતા થયો. આ બધા દેવે ગૌણદેવે મનાય છે. આ દેવોના લક્ષણો શિ૯૫માં તેના મૂળ સ્વભાવ પ્રમાણે રજૂ થયાં પરંતુ તેના વિશિષ્ટ લક્ષણને કારણે તે સ્પષ્ટપણે જૈન ભાવના હોય તેમ જણાય છે. આ દેવોની સાથે જે વિધિવિધાન સંકળાયેલાં છે તેમાંથી અનુમાન કરી શકાય એમ છે કે વ્યક્તિગત અને સંયુક્ત રીતે આ ગ્રહની પૂજ જેનોમાં પ્રચલિત છે. તેથી આ ગ્રહોની મૂર્તિઓ જુદી કે સમૂહમાં, બ્રાહ્મણધર્મની જેમ નવગ્રહની તક્તી જેનોમાં થવા લાગી. જેને શાસ્ત્રીય ગ્રંથને આધારે નવ ગ્રહની જુદી જુદી આકૃતિએ ભાગ્યે જ મળે છે. કારણ આ બધા ગ્રહો જુદા જુદા કે એક જ પટ્ટામાં બનાવવાની પરંપરા જૈનમંદિરમાં હોવાનું માલુમ પડયું છે. જૈન મૂર્તિ શાસ્ત્રમાં દિશાઓના દેવ તરીકે ગ્રહનું પ્રાધાન્ય વિશેષ બતાવેલું છે. જ્યોતિષશાસ્ત્રના દેવોનું જૈન મૂર્તિ શાસ્ત્રમાં આ નવું લક્ષણ છે. ગ્રહની સંખ્યા નવ ગણાય છે. તેમનાં નામે આ પ્રમાણે છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ (બૃહસ્પતિ), શુક્ર, શનિ, રાહુ અને કેતુ
૧. સૂર્ય : જૈનધર્મને શ્વેતાંબર ગ્રંથો પ્રમાણે સૂર્યદેવ સાતડાથી ખેંચાતા રથમાં વિહાર કરે છે અને તેના બેઉ હાથમાં કમળ ધારણ કરે છે. તે પૂર્વ દિશાને દેવ છે અને રને દેવીને પતિ છે. રત્ના દેવી આ સંપ્રદાયમાં વિશેષ સ્થાન મેળવે છે. દિગંબર વર્ણન પણ લગભગ તેને મળતું આવે છે. આ રીતે સૂર્યનું વર્ણન હિંદુ વૈદિકધર્મ પ્રમાણે જ મળે છે. સૂર્ય પૂર્વમાંથી
ગતે હોવાથી તે પૂર્વ દિશાનો અધિપતિ ગણાય છે. દિગંબર ગ્રંથ આચારદિનકરમાં સૂર્યનું સાદું સ્વરૂપ આપેલું છે.
૨. ચંદ્રઃ શ્વેતાંબર પ્રમાણે ચંદ્ર દસ વેત ઘડાઓથી ખેંચાતા રથમાં સ્વારી કરે છે. તેના હાથમાં અમૃતકુંભ હોય છે. આચારદિનકર પણ હાથમાં અમૃત કુંભ હેવાનું સૂચવે છે. તે તારાઓને અધીશ છે, તે વાયવ્ય કેણની દિશાઓનો ખ્યાલ રાખે છે. આ રીતે હિંદુધર્મશાસ્ત્રો પ્રમાણેનું ચંદ્રનું વર્ણન આપેલું છે. દિગમ્બર પ્રમાણે આ ગ્રહના વર્ણનમાં તેનાં પ્રતીકે બતાવેલાં નથી. છતાં પણ નિર્વાણલિકા નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org