________________
દિપાલે અને પ્રતિહારે પ્રમાણે તે ઈન્દ્રને કેવાધ્યક્ષ અને યોને રાજા છે. કૈલાસ ઉપર તે પ્રભુત્વ ધરાવે છે. દિગબર ગ્રંથ પ્રતિષ્ઠાસારોદ્ધારમાં તે પુષ્પક વિમાનમાં બેઠેલા હોવાનું જણાવ્યું છે. આ વર્ણન ઉપરથી તેનું સ્વરૂપ સુખી વાણિયા જેવું લાગે છે. કુબેરને ઓળખવા માટે તેની સ્થૂળ કાયા, વિશાળ ઉદર, ગદા અને નાણાંની કોથળી ધ્યાન ખેંચે છે. એક મત પ્રમાણે તેને બે હાથ અને બીજા મત પ્રમાણે તેને ચાર હાથ હોય છે. જૈન કુબેરને શિરોભૂષણમાં જિનની નાની આકૃતિ મૂકવામાં આવે છે. કુબેર શિવને બદલે ઈન્દ્રના ખજાનચી સિવાય કોઈપણ રીતે, જૈન કુબેર બ્રાહ્મણુધર્મના કુબેરથી જુદા દેખાતા નથી. જૈન અને બ્રાહ્મણ બંને ધર્મોમાં કુબેરના નરવાહન, અલંકાર, ગદા વગેરે સમાન છે. શિવને બદલે શક કે ઈન્દ્રના ખજાનચી કહેવામાં તેની શ્રેષ્ઠતા જણાય છે. જૈન અને બૌદ્ધધર્મમાં ઈન્દ્રની યેષ્ઠતા બતાવેલી છે. જિનેના અનુચરેમાં કુબેર (ભગવાને મલ્લિનાથને) યક્ષ છે અને તે હાથી ઉપર સ્વારી કરે છે, અને તેના હાથમાં ગદા અને બિજેરૂં છે. કારણ કે તે અક્ષાને રાજા છે. બીજે યક્ષ ગમેધ નામે છે તે ભગવાન નેમિનાથને છે. તે કુબેર જેવો જ છે તેનું નરવાહન છે અને તેનું બૌદ્ધ કુબેર સાથે પણ સામ્ય જણાય છે, તે અહીં નોંધવું જરૂરી છે કે નરવાહન અથવા પુષ્પક–વિમાન એક પ્રકારની પાલખી) હિમાલયના પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે અને કૈલાસ હિમાલયનો એક ભાગ છે. કબેરની સ્વતંત્ર પ્રતિમાઓ વેદિક, જૈન અને બૌદ્ધ ત્રણે સંપ્રદાયમાંથી મળે છે. તે યક્ષરાજ હેવાથી યક્ષ પૂજામાં તેનું સ્થાન અગ્ર ભાગ ભજવે છે. મંદિરોની બહારની બાજુ ઉત્તર દિશાની ભીંતમાં કુબેરની મૂર્તિએ મૂકેલી છે.
૮. ઈશાનઃ ઈશાનને રખેવાળ દેવ છે. કતામ્બર પ્રમાણે તેનું વૃષભવાહન છે અને તેના હાથમાં ધનુષ અને ત્રિશૂળ હોય છે. તે જટામુકુટ ધારણ કરે છે, તેના શરીર ઉપર સર્પો વીંટળાયેલા હોય છે. દિગમ્બર ગ્રંથે તેના પ્રતીક તરીકે ધનુષને બદલે કપાલ (ખાપરી) આપે છે.
બ્રાહ્મણધર્મમાં ઈશાનને શિવ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંથી જેને દેવવંદમાં તે સ્વિકારાયેલા જણાય છે. કપાલ, ધનુષ કે જે પિનાક નામે જાણીતું છે અને સર્વે શિવના જાણીતાં પ્રતીક છે. પ્રાગૈતિહાસિક કાળમાં શૈવધર્મ ભારતના ઈશાનકેણના પ્રદેશો, તેમાં ખાસ કરીને તિબેટ, સિક્કિમ અને ભૂતાનમાં ફેલાયાની શક્યતા છે. ત્યાંના લેકે આજે પણ શૈવધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. શ્રેિયાંસનાથના યક્ષ ઈશ્વર ઉપર ઈશાનની અસર જણાય છે કારણ તેનું વાહન વૃષભ છે. તેને ત્રણ ચક્ષુઓ છે, ઉપરાંત તેના હાથમાં ત્રિશળ વગેરે ધારણ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org