________________
જનમૂતિ વિધાન
૫. વરૂણ : પશ્ચિમ દિશાના દિક્પાલ વર્ણ છે. તેમના વાહન માટે શ્વેતામ્બર ગ્રંથાની અંદર પણ ફરક છે. દિગમ્બર પ્રથા પ્રમાણે તેનું વાહન મકર છે, જ્યારે શ્વેતાંબરના મતે મત્સ્ય છે. છતાં બંને સંપ્રદાયા પ્રમાણે તેના હાથમાં પાશ છે અને સમુદ્રરૂપી વસ્ત્રો ધારણ કરે છે. દિગંબર પ્રમાણે તેની મૂર્તિમાં અલકારે મેાતી અને પરવાળા બતાવવામાં આવે છે અને હાથમાં પાશ ધારણ કરે છે. વર્ણ વેદમાં જાણીતા દેવ છે. વેદના કેટલાંક સૂક્તોમાં વરૂણની સ્તુતિ ઈન્દ્ર સાથે પણ કરેલી જોવામાં આવે છે. વણુ એ વૈદિક દેવ હાઈ, દેવમંદિરમાં દિક્પાલ તરીકે જ નહિ પણ પ`ચમહાભૂતા પૈકી એકના અધિપતિ તરીકે તેનું સ્થાન ઊંચું છે. વરૂણનુ જૈનસ્વરૂપ મત્સ્યના પ્રતીકથી જુદું તરી આવે છે. બ્રાહ્મણધર્માંના પશ્ચિમ દિશાના રખેવાળ દેવની સાથે આ યક્ષ વરૂણુનું સામ્ય જણાય છે. મકર, પાશ, મૌક્તિક વગેરે તેનાં પ્રતીક છે. આ તમામ પ્રતીકા પશ્ચિમ અને સમુદ્રની સાથે સંકળાયેલાં છે. યક્ષેામાં એક યજ્ઞનું નામ વરૂણ છે. જે મુનિસુવ્રતનાથને યક્ષ છે. તેનું વાહન વૃષભ છે. જિન અનન્તનાથના યક્ષ પાતાલ નામે છે તેનું વાહન મકર છે અને તેના પ્રતીકામાં પાશ છે. દિક્પાલ વણુમાં યક્ષ્ા વર્ણ અને પાતાલની અસર થઈ હેાઈ તે સંભિવત છે. જેનેાના આચારદિનકર અને પ્રતિષ્ઠાસારાહાર નામના ગ્રંથામાં હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણેનાં વને! આપેલાં છે. શ્વેતાંબર અને દિગ ંબર સંપ્રદાય પ્રમાણે વણુના વાહનમાં માત્ર ફરક છે. બાકી બધું હિંદુધર્મ શાસ્ત્ર પ્રમાણે જ વર્ણન છે.
.
૬. વાયુ : બ્રાહ્મણ ધર્મ માં વાયુ પંચમહાભૂત માંના એક દેવ ગણાય છે. તેનું સ્થાન ક્પિાલામાં પણ છે. જૈન ગ્રંથાના આધાર પ્રમાણે તેનું વાહન મૃગ છે. કેટલાંક શ્વેતામ્બર ગ્રંથા તેને વજ્રનું આયુધ આપે છે તેના વર્ણ શ્વેત કહે છે જ્યારે બીન ગ્ર ંથા તેને ધ્વજનુ પ્રતીક આપે છે. દિગમ્બર ગ્ર ંથ પ્રતિષ્ઠાસારાહાર પ્રમાણે તેના હાથમાં કાષ્ઠનું આયુધ (વૃક્ષાયુધ) હેાય છે. વાયુ વાયવ્ય કાણુના રખેવાળ કે અધિષ્ઠાતા દેવ ગણાય છે. જૈન વાયુ અને બ્રહ્મણુધર્મોંના વાયુમાં ખાસ ક્રૂક જણાતા નથી. વાયુના હાથમાં વજ્ર તે કાંઈક નવા વિચાર બતાવે છે તેવી જ રીતે તેના હાથમાં વૃક્ષાયુધ (લાકડાનું આયુધ) છે તે બ્રાહ્મણધમ'માં જાણીતું નથી. વાયુ દિક્પાલની સાથે જિન પ્રદ્મપ્રભુને કુસુમ યક્ષ કાંઈક સામ્ય ધરાવે છે. યક્ષ કુસુમને બંને સંપ્રદાયા પ્રમાણે મૃગનું વાહન હાય છે.
૭.
કુબેર : ઉત્તર દિશાના રખેવાળ કુખેરને શ્વેતામ્બર જૈના નરવાહન આપે છે, તે ખૂબ અલંકારો પહેરે છે અને હાથમાં ગદા ધારણ કરે છે. શ્વેતામ્બર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org