________________
દિક્ષા અને પ્રતિહારે
તેની પત્નીનું નામ સ્વાહા છે. સ્વાહા પણ યજ્ઞને ખ્યાલ આપે છે. સ્વાહા સ્વાયંભુવ મવંતરના બ્રહ્માના માનસપુત્ર દક્ષ પ્રજાપતિની સોળ કન્યાઓ પૈકીની એક હતી. તેને બ્રહ્માએ કપના પ્રારંભમાં તેને પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાં આવેલી વિદિશામાં સ્થાન આપી અગ્નિને તેને અધિપતિ બનાવ્યું.
૩. યમ : મૃત્યુના રાજા યમ દક્ષિણ દિશાના રખેવાળ છે. વેતામ્બર અને દિગમ્બર પ્રમાણે તે મહિષ ઉપર સ્વારી કરે છે અને હાથમાં દંડ ધારણ કરે છે. જૈન સંપ્રદાયમાં યમને સૂર્યપુત્ર તરીકે ઓળખવામાં આવે છે અને તેની સાથે તેની પત્ની છાયા હેાય છે. તેનું રૂપવિધાન હિંદુ મૂતિવિધાન પ્રમાણે છે. તેનું મુખ્ય કાર્ય માત્ર દિશાઓની રખેવાળી નહીં પણ જે આત્માઓ મૃત્યુલોકમાંથી ચાલ્યા જાય તેના ગુણ અને દુર્ગુણને આધારે ન્યાય આપવાનું કાર્ય છે. જેન યમ અને બ્રાહ્મણધર્મના યમ બંનેના કાર્યો એકસરખાં છે. જૈન યમને પત્નીનું નામ છીયા છે જ્યારે બ્રાહ્મણધર્મમાં સૂર્યની પત્નીનું નામ છાયા છે. આ એક મહત્વને ફરક છે. જેને યમની પત્નીને છાયા નામ આપે છે તે સાથે છે કારણ યમ ધર્મરાજાના નામે પણ ઓળખાય છે અને સૂર્ય પણ તે જ સંજ્ઞાથી જાણીતા છે. આના અનુસંધાનમાં ચંદ્રપ્રભના યક્ષ વિજય અથવા શ્યામની વચ્ચે સામ્ય છે. આ સામ્ય યમના નામ અને તેના પ્રતીક સાથેનું છે. વિજયને અર્થ યમ થાય છે. અને શ્યામની પત્ની જ્વાલિની મહિષ ઉપર સ્વારી કરે છે તેમજ દક્ષિણ દિશાના દિફપાલનું વાહન પણ મહિષ છે. યમને દક્ષિણ દિશાના અધિપતિ કહેવામાં આવે છે. દિક્પાલેની સ્વતંત્ર પૂજા થતી નહીં હોવાને કારણે તેમનાં બીજાં દેવનાં જેવાં સ્વતંત્ર મંદિરે મળતાં નથી.
૪. નૈઋત: નૈઋત્ય દિશાને રક્ષકદેવ નૈઋત છે તે દિપાલ હોવા છતાં તેનું સ્વરૂપ રાક્ષસ જેવું દૂર હોવાનું જણાય છે અને તામ્બર ગ્રંથો પ્રમાણે તેનું વાહન શબ અથવા ખેતવાહન હોય છે. આ દિકપાલ વ્યાઘચર્મ પહેરે છે અને તેના હાથમાં મુદ્દગર, ગદા અથવા ખગ અને ધનુષ (પિનાક) હેય છે. દિગમ્બર પ્રમાણે આ દેવનું વાહન રીંછ છે અને તેમને હાથમાં શ્વેતામ્બર પ્રમાણેના આયુધ હોય છે. દિપાલ કે લેકપાલને ખ્યાલ બ્રાહ્મણધર્મની અસર પ્રમાણે છે. છતાં તેનું મૂળ જૈન છે તે માટે તેના પ્રતીકમાં રીંછનું વાહન અને વ્યાઘ્રચર્મ તેમજ ધનુષ છે. ઈન્દ્ર અને યમની માફક નૈઋત્યની પ્રતિમાઓ મળી નથી. પરંતુ કેટલાંક પ્રાચીન મંદિરની ઝંધામાં તેની મૂર્તિઓ નૈઋત્ય ખૂણું ઉપર મૂકેલી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org