________________
જેનમૂર્તિવિધાન
૧. ઈન્દ્ર : ઋવેદમાં ઈન્દ્ર મુખ્ય દેવોમાંના એક છે. તે જગતના પાલક દેવ ગણાય છે. ઈન્ન અંગેના ઘણાં સૂક્તો ઋવેદમાંથી મળી આવે છે. જૈન મંદિરોમાં. બહારની બાજુ દિક્પાલના મૂર્તિ શિલ્પ મૂકેલાં જોવામાં આવે છે. જેના નિર્વાણકલિકા, આચાર દિનકર અને પ્રતિષ્ઠાસારદ્વારમાં દિપાલનાં વર્ણન આપેલાં છે તે બધાં હિંદ મૂતિવિજ્ઞાનને અક્ષરશઃ મળતાં આવે છે, છતાં પણ વેતામ્બર અને દિગમ્બર ગ્રંથે પ્રમાણે દિકપાલ ઈન્દ્રના વર્ણનમાં સહેજ ફરક છે. ઈન્દ્રના મુખ્ય લક્ષણોમાં તેને હાથી ઐરાવત અને તેનું શસ્ત્ર વજ છે. ઈન્દ્ર પૂર્વ દિશાને રખેવાળ છે તેની પત્ની શચીના નામે ઓળખાય છે. એક ગ્રંથ પ્રમાણે ઈન્દ્રને એક હજાર આંખવાળા કહે છે અને બ્રાહ્મણધર્મમાં ઈન્દ્રને એક હજાર આંખે છે તેવા ઉલ્લેખ મળે છે. તે જ વિચાર જેનધર્મ અપનાવેલે જોઈ શકાય છે. મહાવીરના માતંગ યક્ષ અથવા અરનાથના મહેન્દ્ર યક્ષનું વર્ણન ઈન્દ્રના.
ખ્યાલ સાથે બંધબેસતું આવે છે. પંચમહાભૂતને મૂર્તિમંતદેવ ગણાય છે, તેથી તે દેવ અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થ હોઈને મનુષ્યોએ આપેલા હવિને દેવતાઓને પહોંચાડવાનું કાર્ય કરે છે.
૨. અગ્નિ : તામ્બર અને દિગમ્બર બંનેના મત પ્રમાણે અગ્નિ મેષ ઉપર સ્વારી કરે છે. તે શક્તિ અને સાત શિખા ( ત) ધારણ કરે છે. શ્વેતામ્બર ગ્રંથ પ્રમાણે તેના હાથમાં ધનુષ અને બાણ હોય છે. આચારદિનકર તેના બે હાથમાં શક્તિ તથા માલા આપે છે. પણ તેના વાહને વેશભૂષા વગેરે હિંદમૂર્તિ વિધાનને અનુરૂપ છે. જયારે દિગમ્બર તેના હાથમાં યક્ષને કુંભ અને વલયમાં અક્ષસૂત્ર આપે છે. તે અગ્નિકાણને પ્રદેશ સંભાળે છે. બ્રાહ્મણધર્મના અગ્નિદેવ અને જૈનધર્મના દિક્પાલ અગ્નિમાં ઝાઝો ફરક નથી. વેદિક દેવોમાં અગ્નિનું સ્થાન મહત્વનું છે. પૌરાણિક દષ્ટિએ તે બ્રાહ્મણધર્મમાંથી જૈન અગ્નિની મૂર્તિ ઉદભવી હોય તેમ જણાય છે. તેના હાથમાં રહેલા ધનુષ અને બાણ ધ્યાન ખેંચે છે. કાર્તિકેય ના હાથમાં જે આયુધ આપેલાં છે તે અગ્નિની પાસે પણ છે. અગ્નિ, કાર્તિકેયના દેવ ગણાય છે. આધ્યાત્મિક રીતે અગ્નિને શિવનું અપર સ્વરૂપ માનવામાં આવે છે. યક્ષને કુંભ તેમજ અક્ષસૂત્ર આ બંને પ્રતીકેથી અગ્નિને યક્ષના પુરોહિત ગણી શકાય.
દિપાલની પ્રતિમાઓ પ્રાચીન મંદિરોની ફરતી જંધાઓમાંથી મળે છે. તેવી જ રીતે દિપાલ અગ્નિની નાનીમોટી પ્રતિમાઓ મળી આવે છે. અગ્નિની ભાગ્યે જ સ્વતંત્ર પ્રતિમા મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org