________________
૨૩:
યક્ષિણીએ
બ્રાહ્મણધર્મમાં અંબિકાનું સ્થાન જગદંબિકા તરીકે બતાવવામાં આવ્યું છે. તેને સાક્ષાત ભગવતી દુર્ગાનું મુખ્ય સ્વરૂપ માની પૂજવામાં આવે છે. અર્થાત અંબાનું સ્થાન સર્વ શ્રેષ્ઠ દેવી તરીકે મનાય છે. છતાં પણ જૈન શાસનદેવી અંબિકા અને બ્રાહ્મણધર્મમાં અંબા-બંનેને સ્વરૂપે જુદાં જ છે.
અંબિકા યક્ષિણીની ઘણી પ્રતિમાઓ (નાની અને મેટી) મળી આવે છે. તેવી જ રીતે અંબિકાની પ્રાચીન પ્રતિમાઓ મળી આવ્યાના ઉલ્લેખ છે. તેને કલાકૌશલ્યના સુંદર નમૂના તરીકે ગણાવી શકાય.
અંબિકાદેવીની આરાધના અનેક આચાર્યોએ કરી હોવાની નોંધ આવશ્યકસૂત્ર ઉપરની હરિભદ્રની ટીકામાંથી પ્રાપ્ત થાય છે.
૨૩. પાવતી: શ્રી ત્રિષષ્ઠિલાકાપુરૂષ ચરિત્ર (પર્વ-૮ સર્ગ–૩)માં પદ્માવતીનું વર્ણન આ રીતે કરેલું છે. કુર્કટ જતિના સપના વાહનવાળી, સુવર્ણન જેવા વર્ણવાળી, બે દક્ષિણ ભુજમાં પદ્મ અને પાશને ધારણ કરતી તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધારણ કરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. જૈનધર્મના બંને સંપ્રદાયમાં પદ્માવતી આવકાર પામેલી યક્ષિણ છે. વેતામ્બર પ્રમાણે પદ્માવતીને સર્પ સાથે કુકડાનું વાહન હેવાનું નોંધાયેલું છે. તેના હાથમાં પધ, પાશ, ફળ અને અંકુશ ધારણ કરે છે. દિગમ્બર સંપ્રદાય પ્રમાણે પદ્માવતી યક્ષિણીને તેના હાથની સંખ્યા પ્રમાણે ચાર પ્રકારની વર્ણવેલી છે. કેટલાક ગ્રંથ તેને સર્ષ અને કુકડાનું વાહન આપે છે. બીજા તેને પદ્માસના કહે છે. તેના ચતુર્ભુજ સ્વરૂપમાં તેના હાથમાં અંકુશ અક્ષસૂત્ર અને બે પદ્મ હોય છે. જે તેને છ ભૂજાવાળી બતાવવામાં આવે તો તેના છ હાથમાં આ પ્રમાણે શસ્ત્રો હોય છે. પાશ, ખડગ, ભાલે, અર્ધ ચંદ્ર, ગદા અને મુશલ જે તેને આઠ હાથ હોય તે પાશ અને બીજાં સાધન ધારણ કરે છે. વીસ હાથ હેાય તો તેના હાથમાં શંખ, તલવાર, ચક્ર, અર્ધચંદ્ર, પદ્મ, નીલેમ્પલ, ધનુષ્ય, શક્તિ, પાશ, ઘંટા, બાણ, મુશલ, ઢાલ, ત્રિશળ, પરશુ, કુન્ત, વજ, માળા, ફળ, ગદા, પત્ર, પલ્લવ, પર્ણ અને વરદમુદ્રા હોય છે. પાર્થ નાથ તીર્થકરની સાથે પદ્માવતી વ્યક્ષિણીની મૂર્તિ નજરે પડે છે. પદ્માવતીની કથામાં તે હંમેશ સર્પ સાથે સંકળાયેલી હોય છે અને તે પાતાળદેશવાસિની કહેવાય છે. તેનું સપનું પ્રતીક શિ૯૫માં સુંદર રીતે કંડારેલું હોય છે, તે જ પ્રમાણે તેનું બીજું પ્રતીક પદ્મ, તેમાંથી તેનું નામ પદ્માવતી પડેલું જણાય છે. બંગાળમાં પદ્માવતી તેના પ્રતીક સર્પ સાથે સર્પની દેવી મનસા તરીકે પણ પૂજાય છે અને તે જરકારૂની પત્ની છે. પદ્મપુરાણુ અને બેહુલા (વિપુલા) ચરિતમાં બેહુલા વેપારી
૨. ગુજરાતનું મૂર્તિવિધાન (પૃ. ૪૯૪)-ક ભા. દ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org