________________
જેનભૂતિવિધાન અને ચામુંડા નામ વાસુપૂજયની યક્ષિણીના સંબંધમાં વપરાયેલા છે તેથી એમ જણાય છે કે સુવ્રતનાથની ગાંધારી અથવા ચામુંડા યક્ષિણીની કાંઈક અકળ રીતે અદલાબદલી થઈ ગઈ હોય એમ માનવાને કારણું મળે છે. વાસુપૂજ્યની બાબતમાં શ્વેતામ્બરની યક્ષિણી ચંડા છે. જ્યારે ગાંધારી જે અહીં વેતામ્બર પ્રમાણે યક્ષિણી છે તે દિગબર પ્રમાણે વાસુપૂજ્યની યક્ષિણી બને છે. વાસુપૂજ્ય સાથે સંકળાયેલી યક્ષિણ ગંધારી મકર ઉપર સ્વારી કરે છે જ્યારે વેતામ્બર પ્રમાણે યક્ષિણી અશ્વ ઉપર વારી કરે છે. વિદ્યાદેવી તરીકે પણ ગાંધારીની ગણના કરેલી છે યક્ષિણી ગાંધારીના પ્રતીકો વરદ, બિજેરૂં અને હંસ વાહન તેને વિદ્યાદેવી તેમજ યક્ષિણી બંને માટે એગ્ય ગણાવે છે. દિગમ્બર પ્રમાણે ચામુંડા કુસુમમાલિની તરીકે ઓળખાય છે. તેનું વાહન મકર નામ પ્રમાણે યોગ્ય જ છે કારણ કુસુમમાલી અથવા કામદેવનું વિશિષ્ટ ચિન મકરકેતન છે. જિન નમિનાથની આ યક્ષિણી છે.
૨૨. અંબિક કુષ્માડિની અથવા આગ્રા બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણીનું વેતામ્બર પ્રમાણેનું વર્ણન સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહન પર બેસનારી છે તેને હાથમાં આંબાની લૂમ પાશ, બાળક અને અંકુશ હોય છે. યક્ષિણીની દિગમ્બર મૂર્તિ પણ અંબિકાને સિંહ સ્વાર કહે છે અને તેને બે હાથ હેાય છે તેમાં આંબાની લૂમ અને બાળક હોય છે. આ બંને પ્રકારની મૂર્તિઓ જન સ્થાનમાં મળી આવે છે. તેના હાથમાં આંબાના ફળને કારણે તે આગ્રા કહેવાય છે. તેનું નામ અને દેખાવથી તે દુર્ગા સાથે સામ્ય ધરાવે છે. અંબા, અંબાલિકા અને અંબિકા દુર્ગાનાં નામો છે. તેનું બીજું નામ કૃષ્પાપડી છે તે પણ દુર્ગાનું નામ છે. ભગવાન શિવની સાથે સંકળાયેલી કુમારડ નામની પર્વતાળ પ્રદેશની આ એક જાત છે. તેથી શક્ય છે કે યક્ષિણી કુષ્માડી આ જાતિની યક્ષિણ હેય. આ જાતિ ઉત્તર હિમાલયના પ્રદેશની છે.
જૈન સંપ્રદાયમાં અંબા–અંબિકાની પૂજા થાય છે. ભગવાન નેમિનાથની શાસનદેવી તરીકે અંબિકાનું સ્થાન છે છતાં પણ તેનું મહત્ત્વ શાસનદેવી કરતાં એક સ્વતંત્રદેવી તરીકે જૈન ધર્મના બંને સંપ્રદાય–વેતામ્બર અને દિગમ્બરે સ્વીકારેલું છે. અનેક સ્થળોએ આવેલાં જૈનમંદિરમાં અંબિકાની પ્રતિમાઓ નજરે પડે છે આચાર દિનકરના ભગવતી મંડલમાં અંબિકાને જ મુય દેવી તરીકે જણાવેલ છે ઉપરાંત તેના પરિવારમાં માતૃકાઓ, સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ગણુઓ, બાવન વીર, અષ્ટ ભેરવ, દસ દિપાલ, નવગ્રહ અને ક્ષેત્રપાલ વગેરે દેવતાઓની નોંધ આપેલી છે. કેટલાંક ગ્રંથકારે તેને કુષ્માંડી અગર આમ્રકુષ્માંડી તરીકે પણ ઓળખાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org