SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका આ પ્રશ્ન ૧૩૩ : ચૂલિકામાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે? ઉત્તર : આમાં જલગતા આદિ પાંચ ભેદના પ્રત્યેકના ૨૦૯૮૯૨૦૦ પદ , અને પાંચેયના પદોને સરવાળે ૧૦૪૯૪૬૦૦૦ થાય છે. ચૂલિકામાં (બધા મળીને કુલ આટલાં પદ છે. આ ભેદેના વિષયના વિવરણમાં ચૂલિકાના વિષયનું વર્ણન આવી જશે. પ્રશ્ન ૧૩૪ : જલગતા ચૂલિકામાં શેનું વર્ણન છે? ઉત્તર : જળમાં (પાણીમાં અથવા જળ ઉપર કેવી રીતે ચાલી શકાય, અગ્નિનું સ્તંભન, ભક્ષણ કેવી રીતે થઈ શકે. અગ્નિપ્રવેશ અથવા અગ્નિ ઉપર કેવી રીતે બેસાય એ બધી બાબતે (સિદ્ધ) કરનારા મંત્ર, તંત્ર, તપસ્યાઓ વગેરેનું આમાં વર્ણન છે. તે પ્રશ્ન ૧૩૫ : સ્થળગતા ચૂલિકામાં કઈ બાબતનું વર્ણન છે ? ઉત્તર : આમાં તે પ્રકારના મંત્ર-તંત્ર આદિનું વર્ણન છે જેના પ્રભાવથી મેરૂ, પર્વત, ભૂમિ વગેરેમાં પ્રવેશ થાય શીઘગમન વગેરે સિદ્ધ થઈ શકે. પ્રશ્ન ૧૩૬ : માયાગતા ચૂલિકામાં કઈ બાબતનું વર્ણન છે ? : અદ્ભૂત માયાવાળી બાબતે બતાવવી, જે વસ્તુ અહીં નથી તેને તુરત જ હાજર કરવી, કેઈની ગુપ્ત વસ્તુને બતાવી દેવી વગેરે ઈન્દ્રજાળ-સંબંધી વાતનું આમાં વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy