________________
જાથા જ
પ્રશ્ન ૧૧૨ : પરિમાણની અપેક્ષાથી કહેલાં અઢાર પ્રકારના અક્ષરાત્મક શ્રુતજ્ઞાનમાંથી કયા ભેદોને કયા અંગ પૂર્વ “આદિમાં સમાવેશ થાય છે?
ઉત્તરઃ ચૌદ પૂર્વેને છોડીને બાકીનું શ્રુતજ્ઞાન વસ્તુસમાસ પર્યન્તના સેળ ભેદોમાં સમાવેશ પામી જાય છે, જ્યારે ચૌદ પૂર્વો, પૂર્વશ્રુતજ્ઞાન અને પૂર્વ સમાસશ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે.
પ્રશ્ન ૧૧૩ : આચારાંગમાં કેટલા પદ છે અને શેનું વર્ણન છે ?
ઉત્તર : એમાં મુનિઓના આચારનું વર્ણન છે, જેમ કે તેમણે કેવી રીતે સમસ્ત આચરણ કરવું, યત્નપૂર્વક ભાષણ કરવું, યત્નપૂર્વક આહાર-વિહાર કરે વગેરે આ અંગમાં આઠ હજાર પદ . એક પદમાં ૧૬૩૪૮૩૭૮૮૮ અક્ષર હોય છે.
પ્રશ્ન ૧૧૪ : સૂત્રકૃતાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે?
ઉત્તર ઃ સૂત્રકૃતાંગમાં ૩૬ હજાર પદ . આ અંગમાં સૂત્ર દ્વારા જ્ઞાન વિનય આદિ અધ્યયન ક્રિયા, કપ્યાપ્ય આદિ વ્યવહારધર્મ કિયા અને સ્વસમય અને પરસમયના સ્વરૂપનું વર્ણન છે.
પ્રશ્ન ૧૧૫ : સ્થાનાંગમાં કેટલાં પદ છે અને શેનું વર્ણન છે?
ઉત્તર : સ્થાનાંગમાં ૪૨ હજાર પર છે. આ અંગમાં પ્રત્યેક દ્રવ્યના એક, બે, ત્રણ આદિ અનેક ભેદ, વિકલ્પનું વર્ણન છે. જેમ કે જીવ એક છે, જીવ બે પ્રકારે છે. મુક્ત અને સંસારી. જીવના ત્રણ ભેદ છે. કર્મમુક્ત, જીવન્મુક્ત, સંસારી વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org