SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका સંઘાત શ્રુતજ્ઞાન હોય છે. આના દ્વારા ચાર ગતિમાર્ગણામાંથી એક ગતિમાર્ગનું પ્રરૂપણ થઈ જાય છે. પ્રશ્ન ૭૨ : સંઘાત શ્રુતજ્ઞાનમાં કેટલાં પદ હોય છે ? ઉત્તર : સંઘાત શ્રુતજ્ઞાનમાં સંખ્યાત પદ હોય છે. પ્રશ્ન ૭૩ : સંઘાતસમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : સંઘાતશ્રુતજ્ઞાનથી ઉપર અને પ્રતિપત્તિ-શ્રુતજ્ઞાનથી નીચે એક એક અક્ષર વધારવાથી જેટલા ભેદ થાય, તે બધાને સંઘાતસમાસ શ્રુતજ્ઞાન કહે છે. પ્રશ્ન ૭૪ : પ્રતિપત્તિશ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ સંઘાતસમાસમાં એક અક્ષર વધવાથી પ્રતિપત્તિ-શ્રુતજ્ઞાન થાય છે. પ્રતપત્તિ શ્રુતજ્ઞાનના પદો દ્વારા ચૌદ માર્ગણાઓના એક એક અક્ષર ભેદનું પ્રરૂપણ થઈ જાય છે. પ્રશ્ન ૭૫ : પ્રતિપત્તિ-સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : પ્રતિપત્તિશ્રુતજ્ઞાનથી ઉપર અને અનુગ શ્રુતજ્ઞાનથી નીચે એક અક્ષર વધવાથી જેટલા ભેદ થાય તે બધા પ્રતિપત્તિસમાસ શ્રુતજ્ઞાન છે. પ્રશ્ન ૭૬ : અનુગ સમાસ શ્રુતજ્ઞાન કેને કહે છે? ઉત્તર : ઉત્કૃષ્ટ પ્રતિપત્તિ સમાસમાં એક અક્ષર ઉમેરવાથી અનુયે શ્રુતજ્ઞાન થાય છે. અનુગ-શ્રુતજ્ઞાનના પદોથી ચૌદે ય માર્ગણાઓનું પૂર્ણ પ્રરૂપણ થઈ જાય છે. પ્રશ્ન ૭૭ : અનુગ સમાસ શ્રુતજ્ઞાન કોને કહે છે? ઉત્તર : અનુગસમાસથી ઉપર અને પ્રાભૃતશ્રુતજ્ઞાનથી નીચે એક એક અક્ષર વધારવાથી જેટલા ભેદ થાય છે તે બધાને અનુગસમાસ શ્રુતજ્ઞાન કહે છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy