________________
गाथा ५
૪રૂ
અને છઠું મન એમ છ સાધનોથી બાર પ્રકારના પદાર્થોના વિષયમાં ઉત્પન્ન થાય છે એ જ રીતે ઈહાના ૭૨ અવાયના ૭૨ અને ધારણાના પણ ૭૨ ભેદ થાય છે. બધા મળીને સાંવ્યવહારિક ૩૩૬ ભેદ થયા
પ્રશ્ન પ૬ : સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને સ્વાર્થીનુમાનના કેટલા ભેદ થાય છે?
ઉત્તર : તે દરેકના બાર, બાર ભેદ થાય છે. કારણું કે ઉપર્યુક્ત ચારે જ્ઞાન મનના નિમિત્તથી ઉત્પન્ન થાય છે ઇન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થતા નથી, તેથી બાર પ્રકારના પદાર્થોના વિષયમાં મનથી ઉત્પન્ન થવાનાળા સ્મરણાદિ (જ્ઞાન) બાર બાર પ્રકારના થાય છે.
પ્રશ્ન પ૭ :-શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉત્તર : શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) અક્ષરાત્મક શ્રુતજ્ઞાન (૨) અક્ષરાત્મક શ્રુતજ્ઞાન.
પ્રશ્ન ૫૮ : અક્ષરાત્મક શ્રુતજ્ઞાન કેને કહે છે?
ઉત્તર : જેનું ગ્રહણ અક્ષરના રૂપમાં કરવામાં આવતું નથી તેને અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન કહે છે.
પ્રશ્ન પ૯ : અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન કયા જીવોને હેાય છે?
ઉત્તર : એક ઈન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય અને પંચેન્દ્રિય અસંજ્ઞી જીવોને અનક્ષરાત્મક શ્રુતજ્ઞાન જ હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ અક્ષરાત્મક શ્રુતજ્ઞાન હોઈ શકે છે..
પ્રશ્ન ૬૦ : અનક્ષરાત્મક શ્રુતજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉત્તર : અનાક્ષાત્મક શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) પર્યાય (૨) પર્યાયસમાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org