________________
૪૭૨
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका પ્રશ્ન ૧ : મોક્ષમાર્ગ નિત્ય શુદ્ધ છે તેને શું અર્થ?
ઉત્તર : મિથ્યાત્વ, રાગ, દ્વેષ રહિત ચૈતન્યને અવિકાર પરિણમ જ મોક્ષમાર્ગ છે અને તેવું જ અનંતકાળ સુધી મોક્ષમાર્ગનું સ્વરૂપ રહેવાનું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે બદલાવાથી મોક્ષમાર્ગનું સ્વરૂપ બદલાશે નહીં. તથા આ પ્રકારે કહેલા નિશ્ચયમોક્ષમાર્ગને કારણભૂત બાહ્યાભંતર પરિગ્રહરહિત, તથા તે નિષ્પરિગ્રહતામાં દોષ ન લાગે તે પ્રકારની રાત્રિદિનચર્યા
વ્યવહારમોક્ષમાર્ગ કહેવાય. આનાથી વિપરીત બીજે મોક્ષમાર્ગ હેતું નથી.
પ્રશ્ન ૨ ઃ સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્ર આત્રણેય મોક્ષના માર્ગ છે કે કેમ?
ઉત્તર : આ ત્રણેય મોક્ષના માર્ગ તે છે પરંતુ કેવળ એક કે બે મોક્ષમાર્ગરૂપ પદ નથી જેનાથી મોક્ષ થાય.
પ્રશ્ન ૩ઃ તે કેઈએક મોક્ષને માર્ગ કેવી રીતે હોઈ શકે?
ઉત્તર : કેઈ એક કે બેથી એકદેશ મોક્ષમાર્ગ છે જ્યારે ત્રણેયની પરિપૂર્ણતા સંપૂર્ણ મોક્ષ છે.
પ્રશ્ન ૪ઃ સમ્યગદર્શનની શરૂઆત કયા ગુણસ્થાનમાં થાય છે?
ઉત્તર : સમ્યગ્દર્શનની ઉત્પત્તિ ચોથા ગુણસ્થાને થઈ જાય છે. જે સમ્યકત્વ અને એકદેશચારિત્ર એક સાથે પ્રગટ થઈ જાય તે પાંચમાં ગુણસ્થાનમાં સમ્યકત્વની ઉત્પત્તિ થઈ એમ કહેવાય છે. જે સમ્યકત્વ અને સકળસંયમ એક સાથે પ્રગટ થાય તે સાતમાં ગુણસ્થાનમાં સમ્યકત્વની ઉત્પત્તિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org