SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ४६२ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ત્તિ વિદ્ધ, જેમણે માંગલ્યત્વ રૂપને અનુભવ કર્યો તેમને સિદ્ધ કહે છે. (૬) સિ, જેઓ સદાને માટે સિદ્ધ થઈ ગયા અનંત કાળ સુધી એવા જ પૂર્ણ રહેશે તેમને સિદ્ધ કહે છે. (૭) સિદ્ધ-પ્રસિદ્ધ, જે ભવ્ય જીવે દ્વારા સિદ્ધિ પ્રભુના ગુણ ઉપલબ્ધ છે તેથી નિર્મળ આત્માને સિદ્ધ કહે છે. આ ઈત્યાદિ સિદ્ધ શબ્દના અનેક અર્થ છે. બધા અર્થોનું પ્રયોજન એક એ જ છે કે નિશ્ચલ, નિષ્કલંક, નિરંજન પરમાત્મા કારણપરમાત્મ તત્ત્વના પૂર્ણ વિકાસને પ્રાપ્ત થયા છે. સિદ્ધ ભગવાન સમસ્ત અનુજીવી અને પ્રતિજીવી ગુણને પૂર્ણ રીતે સિદ્ધ કરી ચૂક્યા છે. પ્રશ્ન ૧૨ ઃ સિદ્ધ ભગવાન લેકના શિખર ઉપર જ કેમ સ્થિત છે? ઉત્તર : ઊર્ધ્વગમન જીવનો સ્વભાવ છે. જ્યારે આત્મા કર્મબંધને વિનાશ કરીને સર્વથા અસંગ, નિર્લેપ થઈ જાય છે ત્યારે એક જ સમયમાં જુગતિથી લેકના અંતે જ્યાં સુધી ધર્મદ્રવ્ય છે ત્યાં પહોંચીને સ્થિર થઈ જાય છે, તેથી સિદ્ધ પરમેષ્ઠીઓને નિવાસ લેકના શિખર ઉપર જ છે. પ્રશ્ન ૧૩ઃ સિદ્ધપરમેષ્ઠીનું ધ્યાન માત્ર પદધ્યાનમાં જ હોય છે? ઉત્તર : સિદ્ધપરમેષ્ટીનું પદસ્થ ધ્યાનમાં રહીને ચિંતવન કરવું તે પ્રારંભિક ધ્યાન છેતે પછી રૂપાતીત ધ્યાનમાં રહીને સિદ્ધપરમેષ્ઠીનું વિશદ ધ્યાન થાય છે. પ્રશ્ન ૧૪: રૂપાતીતધ્યાન કયારે અને કેવી રીતે થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy